સ્ક્વિડ ગેમ: દક્ષિણ કોરિયાના યુવાનોની નિરાશાનો પડઘો પાડતી સિરીઝ

| Updated: November 15, 2021 1:48 pm

નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી અતિ હિંસક સિરીઝ “સ્ક્વિડ ગેમ”(squid game) દક્ષિણ કોરિયામાં યુવાનોમાં વ્યાપેલી વ્યાપક નિરાશાને દર્શાવે છે. આ એક એવો દેશ છે જે યુવાનોથી ભરેલો છે અને કોરિયન પોપ અને બ્યુટી સ્ટાર્સ ટીવી અને બિલબોર્ડ્સ પર ચમકતાં રહે છે.

સ્ક્વિડ ગેમમાં, દેવામાં ડુબેલા લોકો બાળકોની ગેમમાં ભાગ લેવા માટે સાઇન અપ કરે છે,જેમાં જીવ જવાનું પણ જોખમ હોય છે અને જેમાં 38 મિલિયન ડોલરથી વધુ જીતવાની તક પણ છે. તેમાં દક્ષિણ કોરિયાના સમાજનું એક રીતે કાલ્પનિક ચિત્રણ છે.પરંતુ તેમાં દર્શાવાયેલા યુવાનો અને તેમની નિરાશાનો પડઘો દેશભરમાં પડ્યો છે. જ્યાં 2007થી સૌથી વધુ યુવાનો આત્મહત્યાથી મૃત્યુ પામે છે.

છેલ્લા બે દાયકાથી વિકસિત રાષ્ટ્રોમાં આત્મહત્યાનો દર સૌથી વધુ રહ્યો છે: 2019માં દક્ષિણ કોરિયામાં દર એક લાખ લોકોએ આત્મહત્યાના સરેરાશ 24.6 કેસ નોંધાયા હતા. જ્યારે 2017માં અમેરિકામાં આ સરેરાશ 14.5ની હતી. જોકે દક્ષિણ કોરિયાના ઘણા વયસ્ક લોકો ગરીબી અને એકલતાનાં કારણે આત્મહત્યા કરે તેવી સંભાવના છે. પરંતુ આત્મહત્યા કરતાં યુવાનોની સંખ્યા વધી રહી છે. કોરિયા નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસના જણાવ્યા અનુસાર, 2018 થી 2019 દરમિયાન 40 વર્ષથી ઓછી વયના લોકોના આત્મહત્યાના દરમાં 10 ટકાનો વધારો થયો હતો.

આ નિરાશાના મૂળમાં આર્થિક મુશ્કેલીઓ છે, જે કોરોનાના રોગચાળાથી વધુ વણસી છે. 1920 અને 30ના દાયકામાં દક્ષિણ કોરિયાના લોકો લાંબા સમયથી તેમની પાસે શું છે અને શું નથીની લાગણી અનુભવતા હતા.તેઓ દેશને “હેલ જોસન” કહે છે, એવું રાજ્ય કે જેમાંથી તમે માત્ર નાસી જઇને કે આત્મહત્યા કરીને જ છટકી શકો છો.એક સમયે કૉલેજની ડિગ્રી નોકરીની બાંયધરી આપતી હતી. કદાચ સારા પગારની નોકરી ન મળે તો પણ નોકરી મળતી હતી.હવે આવું નથી.

કોવિડ-19 પહેલાં પણ યુવાનોમાં બેરોજગારીનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં લગભગ ત્રણ ગણો હતો. નવેમ્બર 2020માં લગભગ 40 ટકા નવા કૉલેજ ગ્રેજ્યુએટોએ નવી નોકરીઓ શોધવાનું છોડી દીધું હતું.

દક્ષિણ કોરિયાની લગભગ અડધી વસ્તી જ્યાં રહે છે તે રાજધાની વિસ્તારમાં રહેઠાણની સમસ્યા ગંભીર બની છે.સરકારના નિયમો અને નીતિઓના કારણે છેલ્લા પાંચ વર્ષમાં સિઓલમાં એક એપાર્ટમેન્ટની સરેરાશ કિંમત બે ગણી વધી ગઇ છે. ઘરના ભાડામાં પણ વધારો થયો છે, જેના કારણે યુવાનો પાસે બચત ઓછી થઇ રહી છે અને ઘર મળતું નથી.

છેલ્લા પાંચ વર્ષમાં 20થી 30 વર્ષના યુવાનોમાં ડિપ્રેશનની સમસ્યા બમણી થઇ છે. દક્ષિણ કોરિયાના લગભગ 30 ટકા લોકો તેમના જીવનના કોઈક તબક્કે હતાશા અને દારૂની લત જેવી માનસિક બીમારીઓથી પીડાય છે, તેમ છતાં માત્ર 15.3 ટકા લોકો સારવાર લે છે.

દક્ષિણ કોરિયાના બાળકો પર કિન્ડરગાર્ટનથી જ ભણવાનું જબરદસ્ત દબાણ હોય છે. નેશનલ યુથ પોલિસી ઇન્સ્ટિટ્યૂટના જણાવ્યા અનુસાર, સિયોલમાં હાઈસ્કૂલના ત્રણમાંથી એક વિદ્યાર્થી આવા દબાણ અને તેમના કેરિયરની ચિંતાને કારણે આત્મહત્યા કરવાનું વિચાર કરે છે.તેથી એ બાબતમાં કોઈ આશ્ચર્ય નથી કે સૌથી દુ:ખી બાળકોને ઉછેરતાં દેશોમાં દક્ષિણ કોરિયા લગભગ ટોચ પર છે.

1953માં જ્યારે કોરિયન યુદ્ધ નો અંત આવ્યો ત્યારે વ્યાપક ગરીબી હતી. પરંતુ મોટાભાગના ગરીબ હોવાથી અસમાનતા ઓછી હતી. સૌથી મહત્ત્વની વાત એ હતી કે ભવિષ્યની આશા હતી. ઉદાહરણ તરીકે, ૧૯૬૦ અને ૧૯૭૦ના દાયકામાં પશ્ચિમ જર્મનીમાં કોલસાની ખાણો અને હોસ્પિટલોમાં કામ કરવા ગયેલા લોકોને ખાતરી હતી કે તેમના બાળકોનું ભવિષ્ય સારું બનશે.

કમનસીબે ઝડપી આર્થિક વિકાસથી સહિયારી સમૃદ્ધિ આવી નથી.ઘરની કટોકટીની શ્રીમંત પરિવારમાં જન્મેલા યુવાનોને પરવા નથી કારણ કે તેઓ રોકડથી મકાનો ખરીદે છે અને એપાર્ટમેન્ટ્ને ઓછી કિંમતે ભાડે આપવાને બદલે ખાલી રહેવા દે છે.

Your email address will not be published.