SRH Vs KKR IPL 2022: રાહુલ ત્રિપાઠીની 71 રનની પારીએ અપાવી હૈદરાબાદને તેની ત્રીજી જીત

| Updated: April 16, 2022 9:02 am

શુક્રવારના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદે બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સને 7 વિકેટથી હરાવી આઈપીએલ 2022માં સતત ત્રીજો વિજય મેળવ્યો હતો. વર્ષ 2020 અને 2021માં KKR તરફથી રમતા રાહુલ ત્રિપાઠીએ તેની ભૂતપૂર્વ ટીમ સામે 37 બોલમાં 71 રન ફટકાર્યા હતા જ્યારે એડન માર્કરામ 176નો પીછો કરવા અને SRHને વધુ બે પોઈન્ટ આપવા માટે ઉત્તમ 68 રન બનાવ્યા હતા.

ઉમરાન મલિકે 27 રન આપી 2 વિકેટ ઝડપી અને ટી નટરાજની 37 રન આપી મહત્વની 3 વિકેટો લીધી, તે પહેલા આન્દ્રે રસેલે હૈદરાબાદ સામે 25 બોલમાં અણનમ 49 રન અને નીતીશ રાનાએ 36 બોલમાં 54 રન કરીને SRH સામે પડકારજનક ટોટલ બનાવ્યો.

SRHના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો, જે બાદ હૈદરાબાદના બોલરોએ પાવરપ્લેમાં કોલકત્તાની ત્રણ વિકેટ ઝડપી હતી. માર્કો જેન્સને એરોન ફિન્ચની વિકેટ લીધી ત્યારે ટી નટરાજને વેંકટેશ ઐયર અને સુનીલ નારાયણને એક જ ઓવરમાં આઉટ કર્યા. શ્રેયસ અય્યર અને શેલ્ડન જેક્સનને ઉમરાન મલિકે પરત મોકલ્યા અને જવાબદારી નીતિશ રાણા પર આવી, જેણે સરસ અડધી સદી સાથે KKRની ઇનિંગ્સને પુનર્જીવિત કરી.

કુલ 176 રનના લક્ષ્યાંકનો પીછો કરતા સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી હતી અને તેણે 39 રનના સ્કોર પર 2 વિકેટ ગુમાવી હતી. કેન વિલિયમસન 17 અને અભિષેક શર્મા 3 રન બનાવીને આઉટ થઇ ગયા હતા. મેચમાં 2 વિકેટ ગુમાવ્યા બાદ રાહુલ ત્રિપાઠી અને એડેન માર્કરમે ત્રીજી વિકેટ માટે 94 રન મારીને મેચને સનરાઇઝર્સ તરફ વાળી દીધી હતી.

રાહુલ ત્રિપાઠીએ 37 બોલ પર 71 રન બનાવ્યા, જેમાં 6 છગ્ગા અને 4 ચોગ્ગા સામેલ રહ્યા. ત્યારે એડેન માર્કરમે અણનમ 68 રન બનાવ્યા, જેમાં તેણે 6 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા અને છેલ્લા બોલે માર્કરમે છગ્ગો મારીને SRHને જીત અપાવી હતી. કોલકાતા તરફથી આંદ્રે રસેલે 2 અને પૈટ કમિન્સે એક વિકટ ઝડપી હતી.

સ્કોર:

કોલકતા નાઇટ રાઇડર્સ: 175/8 (20.0)

સનરાઈઝર્સ હૈદરાબાદ: 176/3 (17.5)

Your email address will not be published.