ગુજરાતમાં આઠ મહિનામાં ચોથું પેપર ફૂટ્યું, ધોરણ 10 હિન્દીનું પેપર પરિક્ષાના શરુ થયાના અડધો કલાક પહેલા વાયરલ

| Updated: April 9, 2022 4:27 pm

રાજયમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ હાલ ચાલી રહી છે. ત્યારે રાજયમાં ફરી એકવાર પેપર લીંક થઈ હોવાની ઘટના સામે આવી છે. ધોરણ 10 હિન્દીનું પેપર પરીક્ષા શરુ થાય તેના અડધો કલાક પહેલા સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ અંગે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પેપર ફેસબુક પેજ પરથી વાયરલ થયુ છે. જેમાં લખ્યું છે કે, ધોરણ 10 નું પેપર પૂરું થવાને હજી અડધા કલાક ની વાર છે પણ કોઈ અજાણ્યા નંબર પરથી આ પેપર વોટ્સએપ પર મળ્યું છે. આમ, પરીક્ષા પૂર્ણ થવાના 30 મિનિટ પહેલા સોશિયલ મીડિયામાં પેપર વહેતુ થયું છે. ત્યારે શિક્ષણ બોર્ડે તપાસ શરૂ કરી છે.

પરીક્ષાના સમય દરમિયાન જ સોશિયલ મીડિયામાં વાયરલ થયુ હતું. પેપરનો સમય પૂર્ણ થાય તે પહેલાં પેપર વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. પરીક્ષા પૂર્ણ થવાના 30 મિનીટ પહેલા પેપર સોશિયલ મીડિયામાં વહેતુ થયું હતું. સોલ્વ કરેલુ પેપર અને આજે પુછાયેવુ પેપર એક સરખુ છે. જો કે હજી સુધી સાબિત નથી થયું કે આજના પેપરના જ જવાબ લીક થયાં છે. ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ. પટેલે કહ્યુ કે પેપરમાં ગેરીરીતિ થઈ છે જેથી અમે કાયદેસરની કાર્યવાહી કરીશું.જે સેન્ટર કે જે માધ્યમથી પેપર લીક થયું છે તે તમામ પુરાવા સાથે ફરિયાદ કરીશું.

પેપર વાયરલ મામલે કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે કહ્યુ કે, રાજ્યના શિક્ષણ મંત્રીના દાવાઓને પડકારતી ઘટના બની છે. હવે હંમેશાની જેમ સરકાર અને બોર્ડની તપાસ કરવાની જૂની કેસેટ વાગશે. ભ્રષ્ટાચારના ફાયબર ઓપ્ટિકના કારણે બાળકોનું ભવિષ્ય ખતરામાં છે. રાજ્યના શિક્ષણ મંત્રી આની સીધી જવાબદારી સ્વીકારે. રાજ્ય સરકારના પ્રવક્તા તરીકે પણ આ મામલે જવાબ આપે.

Your email address will not be published.