ઓઢવમાં જાહેરમાં ચાલતા દેશી દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો

| Updated: May 9, 2022 8:49 pm

અમદાવાદ શહેરમાં ફરી એક વખત સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે દરોડો પાડ્યો છે. ઓઢવ વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા દેશી દારુના અડ્ડા પર રેડ કરી 1.12 લાખનો મુદ્દામાલ કબ્જે કરી, 2 મહિલા સહિત પાંચ આરોપીની એસએમસીએ ધરપકડ કરી હતી. શહેરમા દારુ અને જુગારના અડ્ડા પર કાર્યવાહી કરવા કડક સુચનો આપ્યા છતાં કચાસ રાખતા શહેર પોલીસ કમિશનરે સ્થાનિક પોલીસનો ઉધડો લીધો હતો. આ ગેરકાયદે પ્રવૃતિ પર કડક કાર્યવાહી કરવા સુચના આપી હતી.

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં નાનજી દેશમુખ ચાર માળિયા ક્વાટર્સની પાછળ આવેલ આદિનાથ નગરની અંદરથી સ્ટેટ મોનીટરીંગ સેલે બાતમીના આધારે 318 લીટર દેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ દેશી દારૂ સાથે અજય ગોહેલ અને અજય માળી નામના આરોપીઓને ઝડપી પાડ્યા હતા. વિક્રમ ઠાકોર નામનો આરોપી ફરાર થઇ ગયો હતો. પકડાયેલા આરોપી પાસેથી દારૂના વેચાણના 56,110 રૂપિયા પોલીસે કબ્જે કર્યા હતા. કુલ 1 લાખ 12 હજાર 486 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જોકે આ મામલે ઓઢવ પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી ગઇ હતી. સેટેલાઇટનો પોલીસ કોન્સ્ટેબલ ઓઢવ પોલીસ સ્ટેશન જ રહેતો હોવાથી સ્થાનિક પોલીસ તેના ત્રાસથી કંટાળી હોવાની ચર્ચા ઉઠવા પામી છે.

ઉલ્લેખનીય છે કે, શહેરમાં સ્થાનિક પોલીસ ગેરકાયદે પ્રવૃતિ ખાનગી ચલાવતા હોવાથી તેમણે એજન્સીઓ અને પીસીબીને સતર્ક રહેવા સુચનો કર્યા હતા. તેમણે આવી ગેરકાયદે પ્રવૃતિ પર તાત્કાલીક અસરથી રેડ કરવાના આદેશ કર્યા હતા. જોકે ઓઢવના ઉચ્ચ અધિકારીઓ અને પીઆઇ સહિતના અધિકારીઓનો પોલીસ કમિશનરે ઉધડો લીધો હતો.

Your email address will not be published.