રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયા થયા કોરોના સંક્રમિત

| Updated: January 13, 2022 1:50 pm

રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયા (Ashish Bhatia)કોરોના સંક્રમિત થયા હોવાની વાત સામે આવી છે અને તેની સાથે તેમના સંપર્કમાં આવેલા પોલીસ અધિકારીઓએ RT PCR ટેસ્ટ કરાવામાં આવ્યો છે.

રાજયમાં કોરોના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને તેની સાથે ઓમિક્રોનના કેસોમાં પણ સતત આંકડાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. સતત વધી રહેલા કેસોએ લોકો સાથે સરકારની પણ ચિંતા વધારી છે .

વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા અનેક પ્રતિંબધ લગાડવામાં આવી રહ્યા છે આમ છતા પણ હાલ તો કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.સરકાર દ્વારા પહેલા 400 અને હવે 150 લોકોને જ લગ્નમાં મંજૂરી આપવામાં આવી છે અને તેની સાથે અનેક જગ્યાઓ પર 50 ટકા કટોકટી સાથે પ્રતિંબધ કરવામાં આવી રહ્યા છે.

અનેક નેતાઓ થયા કોરોનાગ્રસ્ત

વધી રહેલા કેસો વચ્ચે લોકો સાથે અનેક નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાનું સામે આવ્યું છે અને તેની સાથે જો વાત કરવામાં આવે નેતાઓની તો તેઓ પોતાના ટ્વીટરથી માહિતી આપવામાં આવી રહી છે.રાજયમાં 7 મહિના પછી ફરી કોરોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે અને તેની સાથે આ આંકડો 10,000 એ પહોંચવા આવી ગયો છે.હાલ માહિતી મળી રહી છે કે ગુજરાતના પોલીસવડા આશિષ ભાટિયા (Ashish Bhatia) થયા કોરોના સંક્રમિત થયા છે.

Your email address will not be published.