રાજકોટમાં ચૂંટણી પહેલા આપાગીગાના મહંત નરેન્દ્ર સોલંકીનું નિવેદન: સાધુ સમાજને પણ પ્રતિનિધિતવ મળવું જોઈએ

| Updated: November 25, 2021 9:15 am

ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણી લડવા માટે અને જીતવા માટે દરેક પક્ષે પોતપોતાનો કારસો ઘડી લીધો છે. રાજકોટમાં કડિયા સમાજની મીટીંગ યોજાઇ હતી. જ્યાં મહંત નરેન્દ્ર સોલંકીએ ચૂંટણી અંગે નિવેદન કરતા કહ્યું હતું કે, સાધુ સમાજને પણ પ્રતિનિધિતવ મળવું જોઈએ.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, OBC સમાજ સાથે 1947થી અન્યાય થતો આવ્યો છે. આ મુદ્દે અમે રજુઆત કરતા આવ્યા છીએ. ગુજરાતમાં મતની દ્રષ્ટિએ 54 ટકા OBC સમાજની વસ્તી ધરાવે છે. એમાં સમાજના ભાગલા પાડી નાખવામાં આવે છે. રાજસત્તા પર ધર્મસત્તા હોય પણ ધર્મસત્તાની કોઈ વાત સાંભળતું નથી. પાટીદાર મુખ્યમંત્રી માંગ્યા એમને પ્રતિનિધિત્વ મળ્યું જેથી અમે રાજી થયા છીએ પણ બાકીના સમાજને પણ યોગ્ય રીતે પ્રતિનિધવ મળવું જોઈએ. સૌરાષ્ટ્રની અંદર કડિયા સમાજને પણ 5 ટીકીટ આપે તેવી અમે રજુઆત કરીશું.

આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુ સોલંકીના અધ્યક્ષ સ્થાને મોટી સંખ્યામાં ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિના લોકો ઉપસ્થિત થયા હતા. ઉલ્લેખનીય છે કે 2022ની ચૂંટણી પહેલા આટલી મોટી સંખ્યામાં સમાજના લોકો એકઠા થતા ગુજરાતમાં જ્ઞાતિ આધારિત વોટબેંકનું નવું સમીકરણ રચાશે, તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે.

રાજકોટમાં શ્યામ વાડી ખાતે ભક્તિનગર સર્કલ પાસે ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં નરેન્દ્રબાપુ સોલંકીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા સંમેલનમાં મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા. તેઓ આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે અને વિધાનસભા 70 દક્ષિણ બેઠક પર તેઓ ટિકિટ માંગી શકે છે તેવી શક્યતા સેવાઈ રહી છે. કારણ કે કડિયા સમાજમાં તેમનું પ્રભુત્વ છે જેના માધ્યમથી તેઓ ચૂંટણી માટે ચક્રવ્યૂહની ચર્ચા કરી શકે છે.

Your email address will not be published. Required fields are marked *