વિવિધ રાજ્યોના રાજ્યપાલની કરવામાં આવી નિમણૂંક મોદી મંત્રીમંડળના વિસ્તરણ પહેલા વિવિધ રાજ્યોમાં રાજ્યપાલની કરવામાં આવી નિમણૂંક કરવામાં આવી છે. કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાનો કાર્યકાળ પૂર્ણ થતાં થાવરચંદ ગેહલોતને બનાવવામાં આવ્યાં છે. ગુજરાતના પૂર્વ ધારાસભ્ય મંગુભાઈ છગનભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. હરિબાબુ ખંભાપતિ મિઝોરમના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. રાજેન્દ્ર વિશ્વનાથ અરલેકરની હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. પીએસ શ્રીધરન પિલ્લાઈની ગોવાના રાજ્યપાલ તરીકે ટ્રાન્સફર કરવામાં આવી છે. સત્યદેવ નારાયણની ત્રિપુરાના રાજ્યપાલ તરીકે નિમણૂંક કરવામાં આવી છે . રમેશ બાઈસ ઝારખંડના રાજ્યપાલ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. બંડારું દત્તાત્રેયને હરિયાણાના રાજ્યપાલ બનાવવામાં આવ્યાં છે.
ગુજરાતના પૂર્વ ધારાસભ્ય,પૂર્વ મંત્રી મંગુભાઈ છગનભાઈ પટેલની મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણૂંક

તમને કદાચ ગમશે
વીઓઆઈ તરફથી વધુ
કોપીરાઇટ @ 2021 Vibes of India એ ભારત સરકાર સાથે નોંધાયેલ વિરાગો મીડિયા પ્રાઈવેટ લિમિટેડનો એક વિભાગ છે.