ફિટનેસ જ સેક્સી હોવાની નિશાની છે

| Updated: July 11, 2021 1:36 pm

તંદુરસ્ત અને સંતુલિત ભોજન લેવું અને નિયમિત કસરત કરવી એ તમારી લાઈફસ્ટાઈલનો હિસ્સો હોવું જોઈએ. તેનાથી શારિરીક તંદુરસ્તી, માનસિક તંદુરસ્તી જળવાય છે અને તમારા મન, શરીર અને આત્માને ફાયદો થાય છે.

કસરત

તમને જે પણ કસરત ગમતી હોય તે કરો. ખાસ કરીને તેમાં સ્ટ્રેચિંગ અને સ્ટ્રેન્ધનિંગ કસરત હોવી જોઈએ. તેની સાથે કાર્ડિયોવેસ્ક્યુલર કસરત પણ જરૂરી છે. જોકે, વધુ પડતું વર્ક આઉટ (કસરત ) ન કરો. તમારા શરીરની રચના પ્રમાણે વ્યાયામ કરો.
બે દિવસના આરામ સાથે અઠવાડિયામાં પાંચ દિવસ વર્ક આઉટ કરો.
તમારા નાના- મોટા સ્નાયુઓને મજબૂત કરવા માટે પાયલેટ્સ, ફ્લોર વર્કઆઉટ્સ વજન ઉંચકવાની તાલીમ જેવા વૈજ્ઞાનિક સ્વરૂપ પસંદ કરો.

તમારી સાનુકૂળતાને વધારવા અને તમારા સ્નાયુઓને મુક્ત કરવા માટે યોગ સાથે તમારા વ્યાયામની પદ્ધતિને અપનાવો.
આદર્શ રીતે કાર્ડિયોવેસ્ક્યુલર માટે બે દિવસના વર્કઆઉટ્સ સાથે પ્રારંભ કરો.
વર્કઆઉટની દિનચર્યા, તમારા શરીરને ફિટ રાખવાના લક્ષ્યો અને શરીરની રચના પ્રમાણે અત્યંત કસ્ટમાઈઝ્ડ હોવી જોઈએ.

પોષણ

નિયમિત સંતુલિત તંદુરસ્ત પૌષ્ટિક ખોરાક મદદ કરે છે. દરેક વ્યક્તિના શરીરની રચના જુદી હોય છે. તેથી કોઈ એક વ્યક્તિનું રૂટિન દરેક વ્યક્તિને કામ નથી લાગતું. જોકે, હંમેશાં ઓછો કે વધુ ખોરાક નહીં, પરંતુ પૂરતો ખોરાક લો .ક્યારેય ભૂખ્યા ના રહો. ખોરાકની દૃષ્ટિએ મધ્યસ્થ માર્ગ એ તંદુરસ્ત જીવનશૈલીની ચાવી છે.

દિવસની શરૂઆત એક ગ્લાસ હુંફાળા પાણીથી કરો, ત્યારબાદ ફળોનું સેવન કરો.
દિવસમાં ત્રણ વાર આહાર લો – નાસ્તો, બપોરનું ભોજન અને રાત્રિભોજન. તેની વચ્ચે બે વાર થોડો નાસ્તો કરો.

ફળ ખાવ, ફળોનો રસ નહીં

એક ગ્લાસ વનસ્પતિનો રસ પીવો.
મુખ્ય આહારની વચ્ચે પૌષ્ટિક નાસ્તો જેમ કે મગફળી , માખણ અથવા ફળ ખાવ
બપોરના ભોજન માટે ઘરે બનાવેલું ભોજન લો. દાળ, રોટલી, ભાત અને કચુંબર હોય તે આદર્શ છે. રાત્રિભોજન માટે, દહીં, ખીચડી અથવા શાકભાજીની ખીચડી સાથે થોડું અથાણું લો.
વર્કઆઉટ પછી લીંબુપાણી અને નાળિયેર પાણી તમારા શરીરને ફરી વાર શક્તિ પ્રદાન કરે છે.

“ટ્રેન સ્માર્ટ”
ફિટનેસને જીવનશૈલી બનાવો!
તંદુરસ્ત અને ફીટ શરીરને પ્રાપ્ત કરવા માટે, પોષણ અને વ્યાયામનું આદર્શ સંયોજન ખૂબ મહત્વનું છે

Your email address will not be published.