હજુ પણ આટલા ખાદ્ય તેલનાં ભાવ ઘટશે, જાણો કેમ?

| Updated: July 6, 2022 7:53 pm

વધી રહેલી મોંધવારી વચ્ચે સારા સમાચાર આવી રહ્યા છે કે ખાદ્ય તેલનાં ભાવમાં એક અઠવાડિયાની અંદર ઘટાડો થશે.માહિતી મળી રહી છે કે લિટર 10 રૂપિયા ભાવમાં ધટાડો જોવા મળશે.આ સાથે મહત્વનું છે કે તેલના ભાવ પુરા દેશમાં એક સરખા રાખવામાં આવે તેવા આદેશ પણ કરવામાં આવ્યા છે.જેના કારણે કોઇ કાળાબજાર ના કરી શકે.ઉલ્લખનીય છે કે ગ્રાહકોની ફરિયાદ જોવા મળતી હોય છે કે જે કિંમત લખી છે તે કિંમતથી વધારે કિંમતે લે અથવા તો જે કિંમત હોય તેજ હોય પરંતુ પેકેટની અંદર ઓછી ક્વોન્ટિટી હોય છે.

સોયાબીન ,સીપીઓ, પામોલીન જેવા આયાતી તેલના ભાવમાં ધટાડો થયો છે અને તેના ભાવમાં છેલ્લા એક મહિનામાં લગભગ 35-40 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે સ્થાનિક કિંમતોમાં પણ ધટાડો જોવા મળી રહ્યો છે.

કપાસિયાનો કારોબાર લગભગ સમાપ્ત થઈ ગયો છે અને ગુજરાતમાં નમકીન કંપનીઓ અથવા ઉપભોક્તા કપાસિયા તેલના(oil) બદલામાં મગફળી તેલનો ઉપયોગ કરી રહ્યા છે.

વધી રહેલી મોંધવારીના કારણે લોકો હેરાન-પરેશાન થઇ ગયા છે જેના કારણે હવે તેલના(oil) ભાવમાં થોડો ધટાડો નોંધાતાની સાથે લોકોમાં થોડી રાહત થઇ છે.

Your email address will not be published.