મોંઘવારીના ડરે શેરબજાર 1000 પોઇન્ટ તૂટ્યુઃ નિફ્ટીએ 16000ની મહત્વની સપાટી તોડી

| Updated: May 12, 2022 2:14 pm

મુંબઈઃ ભારતીય શેરબજારમાં ઘટાડાનો દોર જારી છે. શેરબજારમાં મોટાપાયા પર ચાલતી વેચવાલીના લીધે સેન્સેક્સમાં એક હજાર પોઇન્ટનો કડાકો બોલ્યો છે. બજાર સવારે ખૂલતાની સાથે જ હજાર પોઇન્ટ 650 પોઇન્ટ ઘટ્યુ હતુ. જ્યારે નિફ્ટીએ માર્કેટ ઓપનિંગમાં ગણતરીની મિનિટોમાં જ 16000ની મનોવૈજ્ઞાનિક સપાટી તોડી નાખી હતી.

આજે મોંઘવારીના આંકડા આવવાના છે. તેમા નોંધપાત્ર વધારો થવાની સંભાવનાએ સેન્સેક્સ 1000 પોઇન્ટથી પણ વધારે તૂટ્યો છે. શેરબજારમાં રીતસરનું બ્લડબાથ ચાલે છે. શેરબજાર એક સમયે 53000ની સપાટી તોડવાની નજીક આવી ગયું હતું. ગઇકાલે 54,088.39 પોઇન્ટ પર બંધ થયેલું બજાર ગેપમાં જ 480 પોઇન્ટ નીચે ખૂલ્યુ હતુ. તેના પછી નીચામાં છેક 53,047.75 પોઇન્ટ ગયું હતું. આમ સેન્સેક્સે 1029 પોઇન્ટનો કડાકો નોંધાવ્યો હતો. આમ સેન્સેક્સમાં લગભગ બે ટકાનો ઘટાડો થયો હતો. આમ સળંગ પાંચમા દિવસે બજારમાં ઘટાડો જારી રહ્યો છે.

જ્યારે નિફ્ટી 16021.10 પર ખૂલ્યો હતો અને નીચામાં તેણે 15,848.10ની સપાટી બનાવી હતા. આમ તેણે 15,900ની પ્રતિકારક સપાટી તોડી હતી. જો કે આ લખાય છે ત્યારે નિફ્ટી નીચેથી ઉચકાઈને 15,901 પર ચાલતો હતો. આમ નિફ્ટી હાલમાં 266 પોઇન્ટ ઘટેલો છે.

માર્કેટ પ્રી-ઓપન હતુ ત્યારે જ ઘટાડામાં ચાલુ હતુ. બીએસઇ સેન્સેક્સ 480 પોઇન્ટ ઘટીને 53,608 પોઇન્ટ પર આવ્યો હતો. આમ તેણે 54000ની સપાટી તોડી નાખી હતી. જ્યારે નિફ્ટી 146 પોઇન્ટ ઘટીને 16,021 પર ચાલી રહ્યો હતો. ઓમ પ્રી-ઓપનમાં 16000ની ઉપરનો નિફ્ટી બજાર ખૂલતા જ નીચે આવી ગયો હતો.

નિફ્ટીના 50 શેરોમાં 48 શેરો ઘટાડામાં ચાલે છે. બેન્ક નિફ્ટી 612 પોઇન્ટ એટલે કે 1.76 ટકા ઘટીને 34,080.85ના લેવલ પર ચાલે છે. બજાર નવ સપ્તાહના નીચલા સ્તરે આવી ગયું છે. સવારે નિફ્ટીમાં ઓએનજીસીનો એકમાત્ર શેર એવો હતો જે ગ્રીન ઝોનમાં હતો, બાકી બધા શેર રેડ ઝોનમાં હતા. બજાજ ફાઇનાન્સમાં 3.35 ટકાનો નોંધપાત્ર ઘટાડો છે. અદાણી પોર્ટ 3.21 ટકા તૂટ્યો છે. ઇન્ડસઇન્ડ બેન્કમાં 3.11 ટકાનો ઘટાડો છે. એસબીઆઇ લાઇફ હજી પણ 3.08 ટકા નીચે છે. ટાટા મોટર્સ 3.06 ટકા ઘટ્યો છે.

ગઇકાલે અમેરિકન બજારોમાં મોંઘવારીના આંકડા આવી ગયા છે.અમેરિકામાં મોંઘવારી 40 વર્ષના ઊંચા સ્તરે પહોંચી છે. આજે દેશમાં મોંઘવારીના આંકડા આવવાના છે અને તેમા અગાઉની તુલનાએ ઊંચા આંકડા આવવાની શક્યતા છે. આ ડરના લીધે બજારમાં કડાકો બોલ્યો છે.

Your email address will not be published.