કોરોનાના નવા સ્ટ્રેઇનથી શેર બજાર કાંપ્યુ, સેન્સેક્સમાં 1688 પોઈન્ટનો કડાકો, રોકાણકારોના 7.36 લાખ કરોડ ધોવાયા

| Updated: November 26, 2021 4:57 pm

આજે ભારતીય શેરબજારમાં ભયાનક કડાકો બોલી ગયો હતો અને સેન્સેક્સ 1688 પોઈન્ટ જઈને 57,107 પર બંધ રહ્યું હતું. એ જ રીતે, નિફટી પણ 17,026ની સપાટી પર બંધ થયું હતું. દક્ષિણ આફ્રિકામાંથી આવતા સમાચાર અનુસાર ત્યાં વધુ ખતરનાક અને વધુ જીવલેણ કોવીડ વેરિઅન્ટની ઉપસ્થિતિ બહાર આવતા જ માર્કેટમાં ડરનો માહોલ પેદા થઇ ગયો છે.

દિવસની શરૂઆતમાં 1% નીચે જ ખુલેલા બંને સૂચકાંકોમાંથી, સેન્સેક્સમાં થયેલો ઘટાડો છેલ્લે  2.87% રહ્યો, જ્યારે નિફટીનો ઘટાડો 2.91% રહ્યો. ભારતના શેરબજારોમાં થયેલો કડાકો, વૈશ્વિક શેરબજારોને અનુસરતો જણાયો હતો. વૈશ્વિક રોકાણકારો દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા નવતર સ્વરૂપના અને સંભવતઃ રસીનો પ્રતિરોધ કરનાર કોવીડના સંસ્કરણથી હતપ્રભ થઈને જોખમી એસેટથી પીછો છોડાવતા જણાયા હતા.

સેન્સેક્સ  પર, ઇન્ડસઇન્ડ બેંક, મારુતિ સુઝુકી ઇન્ડિયા, ટાટા સ્ટીલ, એનટીપીસી, બજાજ ફાઇનાન્સ, હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન (એચડીએફસી), ટાઇટન કંપની, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (એમએન્ડએમ) અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) સૌથી વધુ પાછળ હતા. દિવસ 4-6 ટકાની રેન્જમાં તૂટી રહ્યો છે. બીજી તરફ, ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ અને નેસ્લે ઈન્ડિયાને જ ફાયદો થયો હતો.

સેક્ટર પ્રમાણે  વાત કરીએ તો, ફાર્માસ્યુટિકલ્સ સિવાયના તમામ સેક્ટર શુક્રવારે નીચામાં બંધ રહ્યા હતા. સિપ્લા અને ફાઇઝર ની આગેવાની હેઠળ નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ 1.70 ટકા વધ્યો હતો. બીજી તરફ, ફિનિક્સ મિલ્સ, ડીએલએફ અને સનટેક રિયલ્ટી દ્વારા ખેંચવામાં આવતા નિફ્ટી રિયલ્ટીમાં 6.26 ટકાનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી મેટલ પણ નેશનલ એલ્યુમિનિયમ કંપની, JSW સ્ટીલ અને જિંદાલ સ્ટીલ એન્ડ પાવર વડે  5.34 ટકા ઘટ્યો હતો.

 S&P BSE મિડકેપ ઇન્ડેક્સ 828.90 પોઈન્ટ (3.23 ટકા) ઘટીને 24,846.51 પર બંધ થયો હતો જ્યારે S&P BSE સ્મોલકેપ 751.34 પોઈન્ટ્સ (2.61 ટકા) ઘટીને 28.4170 પર સેટલ થયો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ અથવા ઈન્ડિયા VIX 24.84 ટકા વધીને 20.8025 પર પહોંચી ગયો છે.

Your email address will not be published.