અમદાવાદ: શહેરના નારોલ વિસ્તારમાં પથ્થર વડે યુવાનનું માથું છુંદી હત્યા કરાયેલ લાશ મળતા લોકોમાં ભારે ચકચાર જોવા મળી રહી છે. નારોલ પોલીસે આરોપી ગણતરીના કલાકોમાં જ આરોપીને સંકજામાં લઈ લીધો હતો. પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની મળતી માહિતી પ્રમાણે, નારોલ સનરાઈઝ હોટલ પાછળ એક અવવરા મકાનમાં હત્યા કરાયેલ લાશ મળી આવી હતી. રાજકુમાર યાદવ નામના વ્યક્તિએ પથ્થરથી માથું છુંદી યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો. હત્યાને અંજામ આપી આરોપી ફરાર થઈ ગયો હતો. જો કે, નારોલ પોલીસે સ્ટોન કિલર સામે ગુનો નોંધી તેને ગણતરીના કલાકોમાં જ શોધી કાઢ્યો હતો.
પોલીસ પુછપરછમાં જાણવા મળ્યું કે, હત્યાને અંજામ આપનાર સ્ટોન કિલર મૃતકનો ખાસ મિત્ર જ હતો. આ બન્ને મિત્રો વચ્ચે પૈસાની લેતી મામલે ઝઘડો થયો હતો અને બોલાચાલી થઈ હતી. રોષે ભરાયેલા આરોપીએ તેના મિત્રને નારોલ સનરાઈઝ હોટલ પાસે એક અવાવરું મકાનમાં પૈસા આપવા માટે બોલાવ્યો હતો. જયાં તેણે પથ્થરથી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.