રાજસ્થાનમાં સિરોહી ટોલ નાકા પાસે ગાડીઓ પર પથ્થર કોણ ફેંકે છે? વાહનચાલકોમાં ગભરાટ

| Updated: October 13, 2021 3:50 pm

ગુજરાતથી અજમેર આવતા-જતા વાહનો માટે સિરોહી ટોલ નાકા પાસે છેલ્લા કેટલાક દિવસથી જોખમી સ્થિતિ પેદા થઈ છે. સિરોહી પાસે પહોંચતા જ કેટલીક લૂંટારુ ટોળકીઓ ખાનગી વાહનો પર પથ્થરમારો કરે છે. તેના કારણે કેટલાક વાહનોના કાચ તૂટવાની ઘટના પણ બની છે.

તાજેતરમાં જ સિરોહી ટોલ નાકા પાસે કેટલાક વાહનો પર આવો પથ્થરમારો થયો હતો. રાત્રીના અંધકારમાં વાહનો હાઈ-વે પરથી જતા હોય ત્યારે આવી ભયાનક ઘટનાઓ બને છે. પૂરપાટ ઝડપે જઈ રહેલા વાહનો પર પથ્થર ફેંકાય ત્યારે અકસ્માત થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત રાત્રીના સમયે સૂમસાન રસ્તા પર કોઈ કાર ઉભી રહે તો લૂંટાઈ જવાનો ખતરો રહે છે.

આ પણ વાંચોઃ સુરતમાં ઘરની બહાર રમતી બાળકી સાથે દુષ્કર્મ

આ પણ વાંચોઃ હંમેશા વિવાદોમાં રહેતા પીઆઇ કુરેશી હવે લાંચ લેતા ઝડપાયા

થોડા દિવસો પહેલા આ રીતે પથ્થરમારો થયો ત્યારે વાહનચાલકો ટોલ નાકા પાસે એકઠા થયા હતા અને પોલીસને બોલાવી હતી. આ દરમિયાન કેટલાક વાહનોના કાચ ફૂટી જવાથી ગભરાટ ફેલાયો હતો.

આ પણ જુઓઃ હવે નાના બાળકોને પણ મળશે કોરોનાની રસી

Your email address will not be published. Required fields are marked *