અત્યારે તમારા શરીરની અંદર વાયરસ હશે, કદાચ થોડી માત્રામાં. આશા છે કે, તેઓ સાર્સ-કોવ-2 નથી. તેના બદલે, તે કોઇ અન્ય વાયરસ હોઇ શકે છે, જેને સુષુપ્ત વાયરસ કહેવાય છે. આ સુક્ષ્મ જીવો આપણા આપણા શરીરમાં રહે છે.
જો તમે તંદુરસ્ત છો, તો તેઓ તમને વધુ પરેશાન કરે તેવી શકયતા નથી.હર્પીસ સિમ્પ્લેક્સના ચેપના પરિણામે કદાચ તમને અવારનવાર શરદી થઇ શકે છે.તમને ચિકન પોક્સનો ચેપ લાગ્યો હોઇ શકે અને હવે તમારા શરીરમાં શિંગલ્સ છે, કારણ કે વેરિસેલા ઝોસ્ટર વાયરસ હજી પણ તમારી સિસ્ટમમાં છે.
વાઇરસ વિશે:
એક ડઝનથી વધુ સુષુપ્ત વાયરસ મનુષ્યને ચેપ લગાડે છે, અને વૈજ્ઞાનિકોને તેને શોધવા માટે લાંબો સમય લાગ્યો છે.તેમાંના કેટલાક માનવ વસ્તીના 80 ટકા થી 90 ટકા જેટલા છે. જ્યારે આપણે યુવાન હોઈએ છીએ ત્યારે તેઓ આપણા શરીરમાં દાખલ થાય છે. દરવાજા ખટખટાવે છે, અને આપણી અપરિપક્વ રોગપ્રતિકારક શક્તિ તેમને અંદર આવવા દે છે, જ્યાં તેઓ જીવનભર રહે છે.
વાઇરસના પ્રકારો:
આ વાયરસમાં હર્પીઝવાયરસ, પેપિલોમાવાયરસ અને અન્ય કેટલાક છે. જે કોરોનાવાયરસથી વિપરીત અનિશ્ચિત સમય સુધી શરીરમાં રહી શકે તે રીતે બન્યા છે.જે છૂટાછવાયા શરીરમાં દાખલ થાય છે અને ક્યારેક તેનાથી ગંભીર બિમારી થાય છે અને પછી ગાયબ થઇ જાય છે.તેમને શરીરની રોગપ્રતિકારક શક્તિ કાબુમાં રાખે છે અને તે ક્યારેક જ સ્વાસ્થ્યની સમસ્યાઓ અથવા ગંભીર બીમારીઓનું કારણ બને છે.વાઇરસ કેવી રીતે કામ કરે છે?
વૈજ્ઞાનિકો સંશોધનો દ્વારા તેના વિશે જાણવા પ્રયાસ કરી રહ્યા છે કે કેટલાક વાયરસ કેવી રીતે આપણા કોષો પર કબ્જો મેળવે છે,રોગ પ્રતિકાર શકિતને નબળી બનાવે છે અને કેવી રીતે મલ્ટીપલ સ્ક્લેરોસિસ (એમએસ) જેવી જીવલેણ બિમારી થાય છે.દરમિયાન, અન્ય સુષુપ્ત વાઇરસ શરીરની જૈવિક ક્રિયાઓ સાથે જોડાઇને લાભદાયી સાબિત થઇ શકે છે.
તણાવ એક ટ્રિગર તરીકે કામ કરે છે
વૈજ્ઞાનિકો એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તણાવ એટલે કે સ્ટ્રેસ કેવી રીતે સુષુપ્ત વાયરસને સક્રિય કરે છે. વૈજ્ઞાનિકો આપણા રોગપ્રતિકારક કોષો અને વાયરસ વચ્ચેની જૈવિક ક્રિયાપ્રતિક્રિયા પર સંશોધન કરી રહ્યા છે.વૈજ્ઞાનિકો જાણવા માગે છે કે આનુવંશિકતા, વાયરસ અને માઇક્રોબાયોમ, સૂક્ષ્મજીવાણુઓની વિશાળ ઇકોલોજી, જે આપણા અંગો અને પાચનતંત્રમાં અંદર રહે છે, કેવી રીતે એકબીજા પર અસર કરે છે.