ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરોની હડતાલને પોલીસે મંજૂરી આપી નહીં

| Updated: May 11, 2022 10:36 am

ગ્રામ પંચાયતમાં (Gram Panchayat) કોમ્પ્યુટર ઓપરેટર તરીકે સરકારી સેવાઓને ડિજિટલ ફોર્મમાં કામ કરતાં કર્મચારી – વી. સી. ઈ. આજે પોતાની માંગ સાથે ગાંધીનગર કૂચ કરવાના હતા પરંતુ તેમને પોલીસ દ્વારા પરમિશન આપવામાં આવી નથી, જેથી કોઈ સત્યાગ્રહ છાવણી આવશે તો તેમની સામે કાયદેસરના પગલાં લેવાની પોલીસ નાયબ અધિક્ષક દ્વારા સૂચના આપવામાં આવી છે.

કોમ્પ્યુટર હડતાળની પરમિશન મુદ્દે ગાંધીનગર પોલીસને પૂરતી માહિતી ન હોવાથી કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી નથી. વિકાસ કમિશ્નરે એક પત્ર લખી જિલ્લા વિકાસ અધિકારીઓને સૂચના આપી છે કે જો હડતાલના કારણે વી. સી. ઈ. ન હોય તો બીજા કાર્યરત ગામના વી. સી. ઈ. ને વધારાનો ચાર્જ આપવો અને અનિયમિત વી. સી. ઈ. ના કિસ્સામાં નવી નિમણૂક પણ કરી દેવી.

ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત (Gram Panchayat) સાહસિક કોમ્પ્યુટર મંડળના પ્રમુખ મનહરસિંહ ઝાલા અને મહામંત્રી પંકજ પરમારે તેમની રજૂઆત અને માંગ સાથે 11 તારીખના રોજ ધરણાં માટે અરજી કરી હતી. અને કર્મીઓની માંગ માટે ગાંધીનગરમાં ધરણાં રાખવામા આવ્યા હતા.

ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત સાહસિક કોમ્પ્યુટર મંડળ – વી. સી. ઈ. કર્મચારીઓએ ગાંધીનગર સેક્ટર 7 પોલીસે સ્ટેશનમાં અરજી આપી હતી કે તેઓ તારીખ 11મી મે 2022ના રોજ સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કરશે.

આ પણ વાંચો: યૂએસ ડૉલર સામે રૂપિયો ઑલ ટાઇમ લૉ

પોલીસને આ કાર્યક્રમની રૂપરેખા જણાવવામાં આવી નથી. આ ઉપરાંત કાર્યક્રમની અન્ય વિગતો કે,તેઓ ક્યાંથી ક્યાં સમય સુધી ધરણાં કરશે, કેટલા માણસો- કર્મચારીઓ આવશે આ બધાની માહિતી પણ આપેલી ન હોવાથી આ કાર્યક્રમ મુદ્દે પોલીસે મંજૂરી આપી નથી, જેથી કોઈ કાર્યક્રમ કરવામાં આવશે તો તેમના વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવામાં આવશે.

ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક મંડળ રાજીના 13700 જેટલા ગામડાઓમાં કાર્યરત છે જેમાં તેઓ સરકારી યોજનાઓના લાભ અને ડિજિટલ સુવિધાઓ પ્રદાન કરવાનું કામ કરે છે. પાછલા 10 વર્ષમાં સરકાર દ્વારા કોઈ નોકરી કે પગારનું નક્કર આયોજન ન કરવામાં આવતા તેઓ ધરણાંના માર્ગે દોરાયા છે.

Your email address will not be published.