ગુજરાત યુનિવર્સિટી: બંધ કરવાની અરજી કરનાર કોલેજોનો પણ પ્રવેશ પ્રક્રિયામાં સમાવેશથી વિદ્યાર્થીઓ મૂંઝવણમાં

| Updated: July 6, 2022 10:29 am

આ વર્ષથી બંધ થવાની અરજી કરનાર ઓછામાં ઓછી ચાર ગ્રાન્ટ-ઇન-એઇડ કોલેજોને પ્રવેશ પ્રક્રિયામાં સામેલ કરવાના ગુજરાત યુનિવર્સિટીના પગલાથી યુજી કોમર્સ અને આર્ટસના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ દુવિધામાં મુકાઇ ગયા છે.

એવા સમયે જ્યારે યુનિવર્સિટીએ આ કૉલેજોની મુલાકાત લઈને રિપોર્ટ સબમિટ કર્યા તેમજ જરૂરિયાત સમિતિની બેઠકમાં ચર્ચા કર્યા પછી યુનિવર્સિટીએ અરજીની સમીક્ષા કરવાની બાકી છે, ત્યારે યુનિવર્સિટીએ પ્રવેશ પ્રક્રિયામાં ગયા વર્ષની જેમ જ સીટ મેટ્રિક્સનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. જે જોવા જઈએ તો કોલેજોને આ શૈક્ષણિક વર્ષ બંધ કરવાની મંજૂરી નહીં આપવાનો અનૌપચારિક નિર્ણય દર્શાવે છે.

જો કે, આમાંની મોટાભાગની કોલેજોને કોલેજ બંધ કરવા અથવા વર્ગો બંધ કરવા માટે એનઓસી ન આપવા અંગે યુનિવર્સિટી તરફથી કોઈ સત્તાવાર નિર્દેશ મળ્યો નથી. આથી વિદ્યાર્થીઓને પ્રવેશ લેવા માટે આ કોલેજોને પસંદ કરવાની મંજૂરી આપવાના યુનિવર્સિટીના નિર્ણયે મૂંઝવણ ઊભી કરી છે.

વાણિજ્ય અને આર્ટસ માટેની પ્રવેશ સમિતિના સંયોજકોએ જણાવ્યું હતું કે તેઓને ગયા વર્ષથી સીટ મેટ્રિક્સમાં કોઈ ફેરફાર કરવા માટે ગુજરાત યુનિવર્સિટી તરફથી હજુ સુધી કોઈ સૂચના મળી નથી અને તેથી તેઓએ આ કોલેજોને વિદ્યાર્થીઓ માટે પસંદગી ભરવાના વિકલ્પોમાં સામેલ કરી છે.

યુનિવર્સિટીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સ્ટાફના અભાવે જે કોલેજોએ બંધ કરવાની અરજી કરી છે તેમાં પ્રભુદાસ ઠક્કર કોમર્સ કોલેજ, સાબરમતી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ઉપરાંત સહજાનંદ કોમર્સ કોલેજ અને આરએચ પટેલ કોમર્સ એન્ડ આર્ટસ કોલેજનો પણ સમાવેશ થાય છે, કે જેમણે ગુજરાતી અને અંગ્રેજી જેવા વિષયો બંધ કરવાની અરજી કરી છે.

Your email address will not be published.