છેલ્લા 40 દિવસમાં ગુજરાતની શાળાઓમાં 1100 વિદ્યાર્થીઓ સંક્રમિત થયા

| Updated: January 10, 2022 5:11 pm

ગુજરાતમાં છેલ્લા 20 જેટલા દિવસથી કોરોના વાયરસના કેસોમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. વધી રહેલા કેસને લઈ પ્રજામાં ફરી એકવાર ફફડાટ વ્પાયી ગયો છે. તો બીજી બાજુ શાળાઓમાં 1100 જેટલા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા સરકારે ધોરણ 1થી 9 સુધીની શાળાઓ બંધ કરાવી દીધી છે. જયારે સુરતમાં સૌથી વધારે બાળકો કોરોના સંક્રમિત થયા છે.

ગુજરાતમાં શાળાઓમાં કોરોના વાયરસની એન્ટ્રી થતા મોટી સંખ્યમાં બાળકો સંક્રમિત થયા છે. અત્યાર સુધીમાં 1100 જેટલા વિદ્યાર્થીઓ કોરોનાની ચપેટમાં આવ્યા છે જેમાંથી 532 વિદ્યાર્થીઓ તો સુરતના જ છે. ગત રવિવારના રોજ સુરતમાં એક સાથે 70વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે. જેમાંથી સ્વામિનારાયણ સ્કૂલમાં 9 અને એસપીબી ફિજિયોથેરાપી કોલેજમાં 7 વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે. જયારે જીડી ગોએન્કા, લાન્સર આર્મી સ્કૂલ, જેએચ અંબાણી સ્કૂલ, એલએચ બોઘરાવાલા, મહેશ્વરી વિદ્યાલય, રાયન ઇન્ટરનેશનલ, દીપ દર્શન, શારદા યતન, વનિતા વિશ્રામ, આશાદીપ, અગ્રવાલ વિદ્યાવિહાર, સંસ્કારદીપ, ડીઆરબી કોલેજ તથા અન્ય સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે.

ગુજરાતની શાળાઓમાં બાળકો કોરોનાની ચપેટમાં આવતા તંત્રમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. છેલ્લા 40 દિવસમાં 1100 બાળકો કોરોના સંક્રમિત થયા છે. જેમાં સૌથી વધારે સુરતમાં કેસ સામે આવ્યા છે. કોરોનાના કેસ વધતા તંત્રએ 1થી 9 ધોરણના તમામ ઓફલાઈન વર્ગો બંધ કરવા માટેની સૂચના આપવામાં આવી હતી. જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે તે આગળના સમયમાં ભારે ચિંતા ઉભી કરે તેવું દેખાઈ રહ્યું છે.

તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં ગતરોજ 6275 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જેમાં સૌથી વધારે અમદાવાદ અને સુરતમાં કેસ નોંધાયા હતા. અમદાવાદમાં 2487 અને 1600થી વધારે કેસ સામે આવ્યા હતા.

Your email address will not be published.