કંપનીના મેનેજર અને સુપરવાઈઝરના ત્રાસથી યુવકનો આપઘાત, સુસાઇટ નોટ બાઇબલમાંથી મળી

|Ahmedabad | Updated: May 14, 2022 1:47 pm

રખિયાલ પોલીસે મેનેજર અને સુપરવાઈઝરના વિરુદ્ધ ગુનો નોંધ્યો, અંતિમવિધી બાદ સુસાઇટ નોટ મળી

અમદાવાદ,
રખિયાલમાં રહેતા ઓઢવની કંપનીમાં કામ કરતા યુવકે આપઘાત કરી લીધો હતો. યુવકે કંપનીનના મેનેજર અને સુપરવાઈઝરના રોજના ત્રાસ અને માનસિક ટોર્ચર કરી કંપનીમાંથી કાઢી મુકતા આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું હતુ. પરિવારને અંતિમવિધી બાદ બાઇબલમાંથી સુસાઇટ નોટ મળી આવી હતી. આ અંગે રખિયાલ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

રખીયાલ વિસ્તારમાં ડેનીશ ક્રિશ્ચીયન પરિવાર સાથે રહે છે. ડેનીશ ઓઢવ ખાતે આવેલી સ્ટ્રલીંગ અબ્રેસીવ્સ લિમિટેડ નામની કંપનીમાં પેકિંગ ડિપાર્ટમેન્ટમાં છેલ્લા 12 વર્ષથી નોકરી કરતો હતો. ડેનીશ કિશ્ચીયનને છેલ્લાં 4 મહિનાથી કમરનો દુખાવો થતો હોવાથી તેનાતી વધુ વર્ક થતું ન હતુ. જેથી તેમણે કંપનીના મેનેજર યોગેશ અને સુપરવાઈઝર મહેન્દ્ર પવારને હળવું કામ આપવા માટે અવાર-નવાર રજૂઆત કરી હતી. છતાં મેનેજર અને સુપરવાઈઝર ડેનીશને હાર્ડવર્કનું કામ આપી ત્રાસ આપતા હતા. ગત 19 એપ્રીલ 2022ના રોજ ડેનીશ નોકરી પર હતા બાદમાં સાંજે ઘરે પરત ફર્યા હતા. ત્યારે પત્નિને જણાવ્યું હતું કે, કંપનીએ તેને સસ્પેન્શન ઈન્કવાયરીના કામે નોટીસ આપી છે અને નોટીશનો જવાબ કરવા માટે 7 મી મેના રોજ સવારે 10 વાગે કંપનીમાં હાજર રહેવા જણાવ્યું છે. જેથી 7 મી મેના રોજ ડેનીશ સવારે 10 વાગે કંપનીમાં ગયા હતા અને રાતના 11 વાગે પરત ફર્યા હતા. ઘરે આવી તેમણે પત્નિને જણાવ્યું હતું કે, કંપનીના મેનેજર યોગેશભાઈનો વકીલ આજે આવ્યો નથી, તેથી 10 મેના રોજ ફરી આવવાનું કહ્યું છે. જેથી 10મી મેના રોજ ડેનીશ સવારે 8 વાગે કંપનીમાં ગયા અને બપોરે ઘરે આવ્યા હતા. ઘરે આવ્યા ત્યારે ડેનીશ નિરાશ હતા. પત્નિએ પૂછતા ડેનીશે જણાવ્યુ હતું કે, કંપનીના મેનેજર યોગેશભાઈ તથા કંપનીનાં સુપરવાઈઝર મહેન્દ્રભાઈ પવારે તેને કંપનીમાં બે કલાક બેસાડી રાખી માનસિક ટોર્ચર કરી નોકરીમાંથી છૂટો કરી દેવાનો મૌખીક હુકમ કર્યો છે. બપોરના સમયે ડેનીશ મકાનના ઉપરના રુમમા બાઇબલ વાંચીને આવું છું તેમ કહીને ગયા હતા. બપોરના સાડા ત્રણ વાગે ડેનીશની પત્નિ ચા બનાવી આપવા માટે ઉપરના માળે ગઈ હતી. મકાનનો દરવાજો બંધ હોવાથી તેણે ખખડાવતા દરવાજો ખોલતા ન હતા. બાદમાં પત્નીએ પ્રયાસ કરી રુમમાં જોયું તો ત્યારે ડેનીશની ફાંસો ખાઇ લીધો હતો. તેમણે બુમો પાડી આસપાસના લોકોને જાણ કરી હતી અને મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો. આ અંગે રખિયાલ પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

પોલીસે જણાવ્યું હતુ કે, “મારી મોતનું કારણ સુપરવાઈઝર મહેન્દ્ર પવાર છે, મહેન્દ્રભાઈએ કારીગરો અને સાહેબ યોગેશ વચ્ચે લઈને આવુ કાવતરું કર્યુ હતું. મને ખાતામાંથી કાઢી મુકવા પોલીસ સાહેબ મારા ઘરના બધા જ વ્યક્તિ નિર્દોષ છે, કોઈને પણ મારા ઘર વ્યક્તિને સજા ન થાય માટે આટલી મારી વિનંતી સાભળશો. તેમ સુસાઇટ નોટમાં લખ્યું હતુ.

Your email address will not be published.