અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે પત્ની સાથે જીવનલીલા સંકેલી

| Updated: January 2, 2022 10:46 pm

અમદાવાદમાં વ્યાજખોરોનો ત્રાસ સતત વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે ચાંદલોડિયામાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે તેની પત્ની સાથે કેનાલમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. યુવકે તેના ભાઈને આપઘાત કરવાનો મેસેજ એક અઠવાડિયા પહેલા કર્યો હતો. જેમાં તેણે લખ્યું હતું કે, હું વ્યાજના પૈસા ભરી શકું તેવી મારી હાલ પરિસ્થિતિ નથી જેથી હું વ્યાજખોરોથી કંટાળી મારી પત્ની સાથે કેનાલમાં આપઘાત કરવા જઉં છું. જો કે, આજે તેની પત્ની લાશ લખ્તર કેનાલમાંથી મળી આવતા પોલીસે આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, ચાંદલોડિયાના આવેલ ભવાનપુરા સોસાયટીમાં રહેતો હિતેશ પંચાલ મેડિકલ સ્ટોરમાં નોકરી કરી તેના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જો કે, તેણે ગત 24 ડિસેમ્બરના રોજ તેના મોટા ભાઈને આપઘાત કરવાનો મેસેજ કર્યો હતો. જેમાં તેણે લખ્યુ હતું કે, હું મારી મરજીથી આપઘાત કરવા જઈ રહ્યો છું, હું વ્યાજના પૈસા ભરી શકું તેવી મારી પરિસ્થિતિ નથી. એમાં મારા ઘરવાળા કોઈ જાણતા નથી અને અમારા ગયા પછી કોઇ મારા ઘરવાળાને હેરાન ના કરે ધ્યાન રાખજો કે લોકોને મુડી કરતા વ્યાજ વધારે આપ્યું છે. હવે મારાથી વ્યાજ ચુકવણી કરવાની તાકાત નથી તો મને ન્યાય અપાવજો અને વ્યાજ વાળા બીજા જોડે એવુ ના કરે એનું ધ્યાન રાખજો “Bye bye good bye. આ મેસેજ કરતા તેઓએ તપાસ કરતા કડી કેનાલ પાસેથી તેનું બાઈક મળ્યું હતું. હિતેશ અને તેની પત્ની એકતાએ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી

વધુમાં જાણવા મળ્યું છે કે, હિતેશને ધંધામાં નુકસાન થતા તેણે ગત બે વર્ષ પહેલા જગદીશભાઈ નામના વ્યક્તિ પાસેથી 4 લાખ રુપિયા વ્યાજે લીધા હતા. તેણે દરરોજનું 4 હજાર રુપિયા વ્યાજ આપવાના દરે લીધી હતા અને તે દરરોજ આ વ્યાજ પણ ચૂકવતો હતો. જો કે, ધંધો સારી રીતે ચાલતો ન હોવાથી તે વ્યાજે પૈસા ભરી શકે તેમ ન હતું.

વ્યાજખોરો તેને વારવાર ધમકીઓ આપતા હતા અને ઘર જપ્ત કરવાની વાતો કરતા હતા. આ અંગે જગદીશભાઈને તેમના શેઠ જલાભાઈ દેસાઈ સાથે વાત કરી હતી. તેણે વધુ પૈસા વ્યાસવાડીમાં રહેતા જીતુભાઇ પાસેથી પણ બે લાખ લીધા હતા.પરતું જીતુભાઈએ તેને કહ્યું હતુ કે જો સમયસર પૈસા નહી આપતા ધમકીઓ આપી હતી. છેલ્લા આ તમામ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી તેણે આપઘાત કરવાનો નિર્ણય કર્યો હતો અને તેની સાથે જઈ તેણે કેનાલમાં ઝંપલાવી જીવનલીલા સંકેલી હતી. આ અંગે સોલા પોલીસે વ્યાજખોરો જગદીશ દેસાઈ, જલાભાઈ દેસાઈ અને જીતુભાઇ સામે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Your email address will not be published.