એક તરફી પ્રેમમાં પાગલ યુવકના ત્રાસથી સગીરાએ ગળાફાંસો ખાઇ જીવનલીલા સંકેલી

| Updated: May 14, 2022 10:12 pm

કપડવંજમાં 17 વર્ષની કિશોરીએ ઘરમાં જ આપઘાત કરી લેતા ભારે ચકચાર જોવા મળી હતી. જો કે, કિશોરીએ ગત ગત 7 મેના રોજ ગળેફાંસો ખાધો હતો પરંતુ 7 દિવસ બાદ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મૃતક દિકરીના પિતાએ પોડાશીઓના ત્રાસના કારણે તેમની દિકરીએ આપઘાત કર્યો હોવાના આક્ષેપ કર્યો છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગત વર્ષ-2021માં ભરતભાઈનો દીકરો આકાશ યુવતી સામે ખરાબ નજરે જોઈ લગ્ન કરવા અંગે વારવાર હેરાન પરેશાન કરતો હતો. આ અંગે દીકરીએ મને જાણ કરતાં હું ઠપકો આપવા જતાં ઝઘડો થયો હતો. એ સમયે ભરતભાઈ અને તેમનાં પત્નીએ કહેલું કે તમારી દીકરીને મારા દીકરા સાથે જ પરણાવવી પડશે, ગમે ત્યાં પરણાવશો તો તેને ચેનથી જીવવા નહીં દઈએ, આ અંગે પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.

આ ઝઘડા બાદ બન્ને પરિવારો વચ્ચે સમાધાન પણ કરી દેવામાં આવ્યો હતો. જો કે, થોડા સમય બાદ ફરીથી આકાશ અને તેનાં માતા-પિતાએ અગાઉની જેમ હેરાન કરવાનું શરૂ કર્યુ હતું. જેથી દીકરીને ચાંદખેડા માસીને ત્યાં મોકલી આપી હતી. જે અંગે પણ ભરતભાઇ અને તેમનાં પત્નીએ ઝઘડો કર્યો હતો. એકતરફી પ્રેમમાં પાગલ યુવક અને તેનાં પરિવારજનોના માનસિક ત્રાસથી દીકરી એટલી તો કંટાળી ગઈ હતી જેથી તેણીએ આપઘાત કરી લીધો હતો.

Your email address will not be published.