સુખબીર સિંહ બાદલનો દિલ્હીના સીએમ પર આરોપ; પંજાબમાં કેજરીવાલ સરકાર ચલાવે છે

| Updated: June 14, 2022 1:28 pm

અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે દિલ્હીના સીએમ પર આરોપ લગાવ્યો છે કે, AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પંજાબના સીએમ ભગવંત માનને દર અઠવાડિયે દિલ્હીથી દારૂની પેટી મોકલે છે. અને માનને તેમની સરકારી ઓફિસમાં બેસીને મજા માણવા કહે છે જ્યારે પંજાબમાં સરકાર કેજરીવાલ પોતે ચલાવે છે.

સિદ્ધૂ મૂસેવાલા મર્ડર કેસ પર સુખબીર સિંહનું નિવેદન

સુખબીર સિંહે કહ્યું કે, પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધૂ મૂસેવાલા આપ સરકારના કારણે જ મૃત્યુ પામ્યા છે. જો સરકારે સિદ્ધૂની સુરક્ષા પાછી ખેંચીને દુશ્મનોને ચેતવણી આપી ન હોત તો તેમનું મૃત્યુ ન થાત. આગળ સુખબીર સિહે કહ્યું કે, અરવિંદ કેજરીવાલે તેમની પોતાની સુરક્ષા પાછી ખેંચવી જોઈતી હતી, રાઘવ ચઢ્ઢા પાસેથી પાછી લેવી જોઈતી હતી, તેમની માતા અને બહેન જેમની પાસે પહેલાથી જ મોટી સંખ્યામાં પંજાબ પોલીસના જવાનો તૈનાત છે, તેમની પાસેથી સુરક્ષા પછી ખેચી લેવી જોઈતી હતી.

આ પણ વાંચો: પંજાબના મુખ્યમંત્રી  ભગવંત માનએ  ભ્રષ્ટાચાર બદલ આરોગ્ય મંત્રી વિજય સિંગલાને બરતરફ કર્યા

Your email address will not be published.