સુમન બેરી નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ હશે, રાજીવ કુમારે આપ્યું રાજીનામું

| Updated: April 23, 2022 1:53 pm

નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે, તેમનું સ્થાન સુમન બેરી (Suman Bery) લેશે એવા સમાચાર સામે આવ્યા છે. રાજીવ કુમાર ઓગસ્ટ 2017માં નીતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકે જોડાયા હતા, જ્યારે અરવિંદ પનાગરિયાએ નીતિ આયોગ છોડીને શૈક્ષણિક ક્ષેત્રે પાછા ફર્યા હતા. .

કર્મચારી મંત્રાલયે જાહેરાત કરી છે કે, કેબિનેટ નિમણૂક સમિતિએ રાજીવ કુમારનું રાજીનામું સ્વીકારી લીધું છે અને સુમન બેરીને   નીતિ આયોગના નવા સભ્ય અને વાઈસ-ચેરપર્સન તરીકે ચૂંટવામાં આવ્યા છે.  રાજીવ કુમારને તેમના  પદ પરથી 30 એપ્રિલે મુક્ત કરવામાં આવશે. અને સુમન બેરી 1 મેથી તેમના પદનો કાર્યભાર સંભાળશે. 

કુમારે તેમના કાર્યકાળ દરમિયાન કૃષિ, સંપત્તિ મુદ્રીકરણ, ડિસઇન્વેસ્ટમેન્ટ, મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમ અને ઇલેક્ટ્રિક વાહનો વગેરે પર ધ્યાન કેન્દ્રિત કરીને નીતિ નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રાજીવ કુમાર ભૂતકાળમાં કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ (CII)ના મુખ્ય અર્થશાસ્ત્રી અને ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI)ના સેક્રેટરી જનરલ હતા.

સુમન બેરી, (Suman Bery) જેઓ કુમારના અનુગામી બનશે, તેઓ સાત વર્ષમાં આયોગના ત્રીજા ઉપાધ્યક્ષ બનશે. તેઓએ  અગાઉ નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચમાં NCAER મુખ્ય કાર્યકારી તરીકે સેવા આપી હતી, જે અગાઉ દેશની અગ્રણી સ્વતંત્ર નીતિ સંશોધન સંસ્થાઓમાંની એક છે.

આ પણ વાંચો: બધા રાજકીય પક્ષો માટે પોલિટિકલ એસેટ મનાતા નરેશ પટેલ કોણ છે?

તે બ્રસેલ્સની આર્થિક નીતિ સંશોધન સંસ્થા બ્રુગેલના બિન-નિવાસી ફેલો છે. તેમણે વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ, ભારતના આંકડાકીય આયોગ અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની નાણાકીય નીતિ પરની ટેકનિકલ સલાહકાર સમિતિના સભ્ય તરીકે પણ સેવા આપી છે.

સુમન બેરી વોશિંગ્ટન ડીસીમાં વુડ્રો વિલ્સન ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સ્કોલર્સના એશિયા પ્રોગ્રામમાં વૈશ્વિક ફેલો હતા. તેઓ નેધરલેન્ડમાં શેલ ઈન્ટરનેશનલના મુખ્ય અર્થશાસ્ત્રી હતા. તેણે રોયલ ડચ શેલના બોર્ડ અને મેનેજમેન્ટને સલાહ આપી હતી. 

Your email address will not be published.