સાંજે સૂર્યોદયઃ ઘડપણ જીવનની એક લહેર છે અને એ લહેરમાં લહેર કરવી છે

| Updated: July 29, 2022 4:26 pm

ઘડપણ કોઇને ગમતું નથી. પણ એને ના કહી શકાતી નથી. વૃદ્ધાવસ્થા એ જીવનનો ક્રમ છે. જીવનની આ સ્થિતિ એવી છે કે એને તમે તમારા પર હાવી થવા દો છે કે એ તમારા પર હાવી થઈ જાય છે એના પર બધુ નિર્ભર બને છે. આપણે આસપાસ જોઈએ છીએ કે વૃૃદ્ધોને અનેક સમસ્યાઓ સતાવે છે. ઘણા ઘરોમાં એ અનવોન્ટેડ બની જાય છે. એમને અવગણવામાં આવે છે. સમય ક્યાં પસાર કરવો એ પણ સમસ્યા થઈ પડે છે.

મને એવું લાગે છે કે ઘડપણ એ જીવનના છેલ્લા સ્ટેશન તરફફની ગતિ છે. પણ એ આવ્યું નથી. સફર એ તરફની શરૂ થાય છે તો એ સફરની મજા કેમ ના માણવી? એક ઉદ્યોગપતિ મિત્રે ેકવાર બહુ મજાની વાત કરી હતી. કે બિઝનેસના ચક્કરમાં પૈસા કમાવવાની લ્હાયમાં ટ્રેનમાં બેઠો પણ વચ્ચેના કોઈ સ્ટેશનોએ થંભ્યો નહી, કારણ કે મંઝિલ જ લક્ષ્ય હતુ. પણ હવે ઘણુ બધુ કમાયો છું, છોકરાઓ તૈયાર થઈ ગયા છે, હવે બધુ એમને સોંપી પેલા જે સ્ટેશન પર રોકાઈ અને જોઈ જાણી લેવાની અધૂરી ઇચ્છાઓ હવે પૂરી કરવી છે.

વૃદ્ધાવસ્થાને જોવાની દ્રશ્ટિ બદલવી પડે એમ છે. પોતા માટે પરિવાર માટે ઘણી બધી દોડધામ કરી છે. એ ફરજ હતી, જવાબદારી હતી, ભવિષ્યને સુરક્ષિત કરવાની મથામણ હતી, પણ હવે પો’રો ખાવાની વેળા છે. જિંદગીમાં જે નહોતું કર્યુ એ કરી લેવાની વેળા છે. મારા માટે વૃદ્ધાવસ્થા એ નિવૃત્તિ નથી, પણ એક પ્રકારે વિસામો છે. આ વિસામો નિરાંતવો હોવો જોઈએ અને મરજી મુજબ જે નહોતા જીવ્યા એ વિસામામાં જીવી લેવાનું છે. હા, આર્થિક કે શારીરિક બીમારી કે સામાજિક સમસ્યાઓ એમા નડતર બની શકે છે. પણ એને ટાળી શકાય તો ટાળવી જોઈએ અથવા તો એવી સ્થિતિનો સામનો કરવો ના પડા એવું અગાઉથી કરવું જોઈએ.

સૌથી વધુ મહત્વનું છે કે સક્રિય રહેવું, સક્રિય રહેવું એનો મતલબ અર્થ ઉપાર્જન જ નથી. જાપાની ઇકીગાઇની બહુ ચર્ચા છે. એનો મૂળ મંત્ર એક જ છે. સક્રિય રહો, શરીરનું મહત્વ સમજો. ગમતી પ્રવૃત્તિ કરો. દરેકની ઇકીગાઉ જુદી-જુદી હોઈ શકે છે. તમે ગમતા પુસ્તક વાંચો એને એમા તમને મોજ આવે તો એ તમારી ઇકીગાઇ છે. તમને ગિટાર શીખવાની બહુ ઇચ્છા હતી. તો એ શીખો.

બે વ્યક્તિને યાદ કરવી છે જ જીવનના નવ દાયકા જીવ્યા, 100ની નજીક પહોંચ્યા કે પાર કરી ગયા. એક છે દીપચંદ ગાર્ડી. એમની ઓળખ આપવાની જરૂર નથી. એ 99 વર્ષ જીવ્યા, પણ ભરપૂર જીવ્યા. રોજ એક કરોડનું દાન એ કરતા, એમના આ દાનથી આજે ગુજરાતમાં અનેક સંસ્થાઓ ઊભી થઈ ચે. એ લગભગ 91 વર્ષના હતા ત્યારે રાજકોટમાં એમની સાથે ટૂંકી મુલાકાત થઈ હતી. એ છેક સુધી ફીટ હતા. મેં એમને એમની ફિટનેસ વિશે પૂછેલુ, શું ચરી પાળો છો, નિયમો કયા છે?” એમણે બહુ મજાની વાત કરી હતી કે, ‘હું કોઈ ચરી પાળતો નથી. બધુ ખાઉં છું. ગાંઠિયા, ભજિયાને મીઠાઈ પણ. પણ એ હું મર્યાદામાં ખાઉં છું.” આપણી સમસ્યા એ છે કે ાપણે દબાવીદબાવીને ખાઈએ છીએ. આ સંયમ બહુ જરૂરી છે. તો વૃદ્ધાવસ્થા અકારી નીવડતી નથી.

બીજુ ઉદાહરણ છે, નગીનદાસ સંઘવીનું. અમે એને નગીનબાપા કહીએ. અનેકવાર એમની સાતે વાતચીત કરવાનું બન્યું છે. એમની સૌથી મોટી ખાસિયત એ હતી કે નવા વિચારને એ સ્વીકારતા. મેં મારી યુ-ટ્યુબ ચેનલ શરૂ કરી અને એમને થયું કે હું આ કેમ ન કરી શકું? એમણે કેટલાક એપિસાડ કર્યા, પણ ખરા. એમને કહું કે, ટેકનિકલી આ વાત ધ્યાન રાખજો કો એ એના પર ધ્યાન આપે. સાહેબ 100 વર્ષે એમનો આ તરવરાટ જોઈ સલામ કરવાનું મન થાય.

રોજ એક નવો વિચાર આવે તો ઘડપણ નડતું નથી. છેક ચેલ્લે સુધી એ સક્રિયાર હ્યા. અને એ ઉંમરે એમને મહાભારત વિશે લખવુ હતુ. રાજીવ ગાંદી વિશે પુસ્તક તૈયાર કરવા અેમની દિલ્હી જવાની તૈયારી હતી. કોઈ વાતનો એમને છોછ ન હતો.ો હા, એને કોઈ રોગ ન હોતો. તે બધુ ખાઈ કતા પણ દીપચંદભાઈની જેમ સંયમ ઘણો, શરીરનું બરાબર ધ્યાન રાખે, સમયસર જમે અને સૂઈ જાય. યોગ, ધ્યાનના અભ્યાસી. રાતે સવા નવ પછી એમને ફોન કરો તો ના ઊપડે. એ ઊંઘી જ ગયા હોય. સવારે પાંચ વાગે ઊઠી જાય. લેપટોપ પર કામ કરે, સંયમ સાથે એમનામાં જે ખુલ્લાપણુ હતુ એના લીધે એમને ઘડપણ અકારું ના લાગ્યુ. એમને કબર હતી કે શરર છે એટલે સમસ્યાઓ તો આવવાની જ છે. એ માટે એમની તૈયારી હતી.

મોટાભાગના લોકો એમ જ માને છે કે નિવૃત્તિ એટલે સાવ શાંતિ. પણ નિવૃત્તિ એ તમને મોકો આપે છે. બીજા માટે ઘણુ કર્યુ. હવે ખુદ માટે જીવો. મને ગિટાર શીખવાનું બહુ મન છે. નિવૃત્તિ પછી પહેલું કામ ગિટાર શીખવાનું કરવું છે. હા, ઘણાંબદાં પુસ્તકો એવા છે જે પૂરા વંચાયા નથી. એ વાંચવા છે અને વાંચી લીધા એ ફરીથી વાંચવા છે. નવા અર્થ પામવા છે. વૃદ્દાવસ્થા આ માટે સમય આપે છે. પત્નીને પૂરતો સમય આપ્યો ન હતો. તો હવે તેની સાથે ના જોયેલા સ્થળો જોવા છે. એની સાથે કોઈ કામ વિનાની વાતો કરવી છે. શરીર પ્રત્યે ધ્યાન નહોતુ. મોર્નિંગ વોક અનિયમિત છે, એમા નિયમિતતા લાવવી છે. કાનમાં ઇયર ફોન લગાવીને સંગીત સાંભળતા-સાંભળતા ચાલતુ રહેવું છે. મોડી સાંજે ગમતા ગાયકોના ગીતો સાંભળવા છે. જે ફિલ્મો જોઈ નહોતો શક્યો એ જોવી છે.

કંઇક એવું કરી જવું છે જે બીજાને માટે કંઇક ઉપયોગી બની જાય. કેટલાક પુસ્તકો કરવા છે. ઘણુ બધુ લખેલું અસ્તવ્યસ્ત પડ્યું છે. એ જોઈ જવું છે. ખુદે લખેલું ખુદે એડિટ કરવું છે. અને એ સમા જ પાસે મૂકવુ છે. કેટલાક આઇડિયા એવા છે કે જે નોકરીમાં કરી શકતો ન હતો, કેટલાક, બંધન, નિયમોને અનુસરવુ પડ્યુ હતુ, પણ નિવૃત્ત થયા પછી આ બધુ કરવાની ઇચ્છા છે.

આ ઘડપણ કોણે મોકલ્યુ…’ એવા ગણા ગાવા નથી. કહું છું જવાનીને પાછી વળી જા. ઘડપણ ઘર મારું આવી ગયું છે. એ સાચુ પણ એનો મતલબ એ નથી કે, જીવવાનું બંધ કરી દેવુ. હા અડચણો આવશે. વિઘ્નોય આવવાના, પણ એ તો અત્યારેય આવે છે. એની કોઈ નવીનવાઈ નથી. કહે છે કે, ઘડપણ બાળપણ લાવે છે. બાળપણમાં એટલી સમજ નહોતી, પણ હવે સમજ સાથે જો બાળપણ આવતું હોય તો એ માણી લેવું છે. મને સુરેશ દલાલની પેલી કવિતા બહુ ગમે છે, કમાલ કરે

એક ડોસીડોસાને હજી વ્હાલ કરે છે… દામ્પત્ય જીવનમાં જે બાકી રહ્યુ હતુ એની મોજ કરવી છે.

ખબર છે આ બધુ આસાન નથી, પણ જિંદગી કદી આસાન હોતી જ નથી અને આપણે પછી એને વધુ અઘરી બનાવી દઈએ છીએ. જિંદગી એ વહેતુ પાણી છે. ઘડપણ એમાની એક લહેર છે. એ લહેરમાં લહેર કરવી છે, પણ વહેતા રહેવાનું બંધ કરવું નથી. છેલ્લુ સ્ટેશન આવે ત્યારે મારા મોં પરનું હાસ્ય એવુંને એવું રહે એવું ઇચ્છું છું.

અને શરૂઆતની જેમ અંત પણ ઝફર ઇકબાલના શેર સાથે,

મૌત કે સાથ હુઈ હૈ મેરી શાદી સો જફર

ઉમ્ર કે આખરી લમ્હાત મેં દુલ્હા હુઆ મૈ

લિ. કૌશિક મહેતા

(અંકિત ત્રિવેદીના પુસ્તકમાંથી સાભાર)

Your email address will not be published.