તપાસ કમિટીનો રિપોર્ટ આવે તે પહેલા બે એસપીની બદલી, સરકાર રિપોર્ટની રાહમાં ન રહી

| Updated: July 28, 2022 8:20 pm

તપાસ કમિટીને 3 દિવસમાં રિપોર્ટ આપવા જણાવ્યુ હતુ પરંતુ આવ્યો ન હોવાનું બહાર આવ્યું, કમીટી રિપોર્ટનો અર્થ ન રહ્યો

અમદાવાદ
બોટાદ અને અમદાવાદ જિલ્લામાં થયેલા કથિત લઠ્ઠાકાંડને આખરે ઝેરી કેમિકલયુક્ત દારુ હોવાનું સરકારે માની લીધું હતુ અને તેમાં 57 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્ય સરકારે એક આઇપીએસ, એફએસએલના અધિકારી અને આઇએએસ અધિકારીની એક કમિટી બનાવી હતી. આ કમિટીને 3 દિવસમાં સરકારને રિપોર્ટ આપવાનો હતો. આ રિપોર્ટ આધારે સરકાર પગલા લેવાની હતી પરંતુ દેશના વડાપ્રધાન આવતા હોવાથી સરકારે તાત્કાલીક અસરથી પગલા ભરી લીધા હતા. જોકે તપાસ સોપ્યાના આજે સાંજે 3 દિવસ પૂર્ણ થતાં હતા. બીજી તરફ તપાસ કમિટીના પાસાની ચર્ચા કરતા તેમનો રિપોર્ટ અમુક અધિકારીઓને બચાવવા માટે હોવાનું ગૃહ વિભાગ માની રહ્યો હોવાની ચર્ચા હતી.

અમદાવાદ જિલ્લા અને બોટાદ જિલ્લામાં ઝેરી કેમિકલયુક્ત દારુ પીવાથી અનેક લોકોને તેની અસર થઇ હતી. અસરગ્રસ્તોમાંથી 57 જેટલા લોકોનું મોત થયું હતુ અનેક પરિવારના મોભી જતા રહેતા તેઓ અન્ય સભ્યો રજળી પડ્યાની સ્થિતી સર્જાઇ હતી. આ તપાસમાં એક સીટ અને એક કમિટી સરકારે બનાવી હતી. જેમાં સીટ તપાસમાં મદદ કરવાની હતી અને કમિટી આ કાંડ કેવી રીતે સર્જાયો અને તેમાં કોનો શુ રોલ હતો કોની સંડોવણી હતી, કોની બેદરકારી હતી તેનો રિપોર્ટ કરવાની હતી. આ કમિટીમાં સીઆઇડી ક્રાઇમના આઇજી સુભાષ ત્રિવેદી, એફએસએલના ડાયરેકટર એચ પી સંઘવી અને ઇન્ચાર્જ નશાબંધીના વડા એમ એ ગાંધીને સોપાવમાં આવી હતી. આ કમિટીને 3 દિવસમાં રિપોર્ટ તૈયાર કરી સરકારને આપવાનો હતો પરંતુ કમીટીના નજીકના સુત્રોએ જણાવ્યુ હતુ કે, હજુ સુધી કમીટી રિપોર્ટ તૈયાર કર્યો ન હતો અને તે પહેલા જ સરકારે એક્સન લીધા હતા. જોકે સરકારે ફક્તને ફક્ત પોલીસ વિભાગ પર જ કાર્યવાહી કરી હતી. મીથાઇલમાં નશાબંધી વિભાગની પણ કામગીરી મહત્વની હોવા છતાં તેમાં એક પણ અધિકારી સામે કાર્યવાહી કરી ન હતી.

Your email address will not be published.