સુરત: બજરંગ દળના કાર્યકર્તા પર જીવલેણ હુમલો; પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

| Updated: April 22, 2022 7:33 pm

સુરતમાં બજરંગ દળના કાર્યકર્તા પર ગુરુવારે મોડી રાત્રે થયેલા હુમલાના પગલે પોલીસ દોડતી થઈ હતી. “બડા હિન્દુ નેતા બનકર ધુમતા હે” એવું ક્હીને કેટલાક યુવકો દ્વારા હુમલો કરવામાં આવતા મોટી સંખ્યામાં હિન્દુ સંગઠન ના લોકો ધસી આવ્યા હતા. જોકે મામલો તંગ ન બને તે માટે ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી આવ્યો હતો. લોકોને જાણકારી મળતા હિન્દુ સંગઠન મોટી સંખ્યામાં સારોલી વિસ્તારમાં રસ્તા પર ઉતરી આવતાં વાતાવરણ તંગ બન્યું હતું.

બનાવની વિગતો:

પુણાના સારોલી શ્યામ સંગિની માર્કેટ પાસેથી બજરંગદળ ના કાર્યકર્તા શ્યામ નારાયણ મિશ્રા, અરવિંદ મિશ્રા અને પરાગ દત્ત પર યુવકો દ્વારા આંતરી લઈને જીવલેણ હુમલો કરવામાં આવી હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, મઝ્હર અને અબ્બાસ નામના ઇસમો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જોકે બનાવ ને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી ઈજાગ્રસ્તને તુરંત સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બજરંગ દળ અને vhp ની હિન્દુ તરફી પોસ્ટ મૂકતા અદાવત હુમલો કર્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. પોલીસ દ્વારા હુમલાખોરની અટકાયત કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.

Vhp ના ઉપાધ્યક્ષ નિલેશ અકબરી એ જણાવ્યું હતું હિન્દુ માટે અને સમાજ માટે રાષ્ટ્ર માટે કામ કરી રહેલા હિન્દુ સંગઠન કાર્યકરો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે ત્યારે એક કાર્યકર્તા ની હાલત ખુબજ ગંભીર છે. મળતી માહિતી મુજબ તેમની સારવાર ચાલી રહી છે.

અહેવાલ: મયુર મિસ્ત્રી

Your email address will not be published.