કેરટેકરની ક્રુરતા: બાળકના માથામાં બે ફ્રેક્ચર અને બે હેમરેજ નીકળ્યાં

| Updated: February 6, 2022 6:39 pm

સુરતમાં રાંદેર વિસ્તારમાં શિક્ષકના 8 માસના બે જોડિયા બાળકોને સાચવવા રાખેલી કેરટેકરેનો ઘરનો ગુસ્સો બાળક પર ઉતાર્યો હતો. બનાવને પગલે સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. કેરટેકરે પોતાની સાસુનો ગુસ્સો બાળક ઉતારી નાખ્યો હતો. બાળકને કેરટેકરે પલંગ પર 5થી 7 વાર પછાડી, તમાચો મારી, હવામાં ઉછાળી માર માર્યો હતો. બાળકને માથામાં પાછળના ભાગે 3 જગ્યાએ ગંભીર ઈજા થઈ હતી. બાળકની મેડિકલ તપાસમાં માથામાં બે ફ્રેક્ચર અને બે હેમરેજ હોવાનું સામે આવ્યું છે. 8 માસનું બાળક હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે.

બાળક જલ્દી સ્વસ્થ થઈ ઘરે પરત ફરે તેવી પ્રાર્થના શહેરીજનો કરી

તબીબોનું કહેવું છે કે, બાળકનું ફરીથી સીટી સ્કેન કરવામાં આવશે. તો બીજી બાજુ શહેરમાં લોકો બાળક માટે પ્રાથના કરી રહ્યા છે. બાળકનું સીટી સ્કેન સારો એવો એવી લોકો આશા રાખી રહ્યા છે.

કેરટેકરેનો કરતુંતનો પર્દાફાશ સીસીટીવી કેમેરામાં થયો

બાળકની સારસંભાળ રાખનાર કેરટેકર મહિલા આરોપી કોમલ રવિ ચાંદલેકર પર બાળકના પરિવાજનોને શંકા ગઈ હતી. કેરટેકર બાળકની સંભાળની જગ્યા રોવડાવી રહી છે. ત્યારે આ મામલે બાળકના દાદી આ અંગેની જાણ પોતાના પુત્રને કરી હતી અને બાદમાં પુત્ર એ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને ગુપ્ત રીતે એક સાબુના પૂંઠાના બોક્સમાં સીસીટીવી કેમરો ગોઠવી દીધો હતો. કેમેરા ફિટ કર્યા બે દિવસ બાદ જ આ ઘટના બની હતી. જેમાં કેરટેકર દ્વારા બાળકને હવામાં ઉડાવીને પછાડયું હતું અને બાદમાં બાળક બે ભાન થઈ જતા આખરે મહિલાએ પરિવાજન જાણ કરતા તરત જ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. જોકે બાદમાં બાળકના પરિવાજનો રૂમમાં મુકેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ જોતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો અને બાદમાં પરીવારજનો દ્વારા રાંદેર પોલીસ મથકે જઇને સમગ્ર હકીકત જણાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી રાંદેર પોલીસે કેરટેકર સામે હત્યાનીં કોશિષનો ગુનો દાખલ કરી મહિલા કોમલ રવિ ચાંદલેકરની ધરપકડ કરી જેલ હવાલે કરી છે.

કેરટેકર બીજું કોઈ નહીં પણ મિત્રની પત્ની જ નીકળી

મહત્વની વાત એ છે બાળકને માથામાં પાછળના ભાગે 3 જગ્યાએ ગંભીર ઈજા થઈ હતી. પરિવારે ઘરના સીસીટીવી ચેક કરતા કોમલનો ભાંડો ફુટયો હતો. 8 માસનું બાળક હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. સાતમા માસે જન્મેલા બંને બાળકની તબિયત નાજુક હોવાથી દોઢ મહિનો કાચની પેટીમાં રાખ્યા હતા, જેનો ખર્ચ 11 લાખ થયો હતો. બાળકોની કાળજી રાખવા મિત્રની પત્ની પર વિશ્વાસ મુકી કેરટેકર તરીકે રાખવામાં આવી હતી અને તેણીએ જ માસૂમને માર માર્યો હતો. પડોશીઓના કહેવા પ્રમાણે છેલ્લા એક સપ્તાહથી કેરટેકર કોમલ બાળકોને માર મારતી હોવાને કારણે બંને બાળકનો રડવાનો અવાજ પડોશીઓને આવતો હતો. ત્યારે મામલે પડોશીઓએ પણ બાળકના પરિવારજનને ફરિયાદ કરી હતી..

બાળકોનો ઉછેર માટે બીજા પર ભરોસો ન કરવો

આ ઘટના પરથી દરેક વાલીઓને ચેતવાની જરૂર છે તમે ભલે જોબ કરતા હોય અને ઘરમાં રહેલા મોભીને તમારા બાળકોને ઉછેર કરવા આપો પણ નોકરી રાખીને કોઈ મહિલાને પોતાના બાળકોનો ઉછેર કરવા અપાય નહિ. ત્યારે દરેક પરિવારજન પણ આ વાતને ધ્યાન રાખીને પોતાનો બાળકોનો ઉછેર જાતે કરે તેવી પણ અપીલ પરિવારજન દ્વારા કરવામાં આવી રહી છે.

( અહેવાલ: મયુર મિસ્ત્રી, સુરત )

Your email address will not be published.