સુરતમાં 29 પરિવાર કોરોનાની કેદમાં

| Updated: January 12, 2022 3:53 pm

અમદાવાદ બાદ સુરતમાં કોરોના વાયરસના કેસો વધતા જઈ રહ્યા છે. સુરતમાં છેલ્લા 11 દિવસમાં 29 પરિવારના 162 સભ્યો કોરોનાની ચપેટમાં આવ્યા છે. જો કે, નવા વર્ષની શરુઆતથી જ કોરોનાએ સુરતને બાનમાં લીધું છે.

રાજયમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે. સુરત શહેરમાં છેલ્લા 11 દિવસમાં 29 પરિવારના 162 સભ્યો કોરોનાની ચપેટમાં આવી ગયા છે અને 904 બાળકો માત્ર આઠ દિવસમાં જ સંક્રમિત થયા છે. બાળકોમાં સંક્રમણ વધતા માતા પિતામાં ભારે ચિંતા જોવા મળી રહી છે.

સુરતમાં બાળકોમાં સંક્રમણ વધતા તંત્ર દ્વારા વેક્સિનેશન પર વધારે ભાર આપવામાં આવી રહ્યું છે. શહેરમાં 1.94 લાખ બાળકોને વેક્સિન આપવામાં આવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે, હાલ વેક્સિનનો જથ્થે ખુટી જતા કામગીરી ધીમી કરી દેવામાં આવી છે.

ગુજરાતમાં ગત રોજ કોરોનાના 7476 નવા કેસ સામે આવ્યા હતા જેમાં સૌથી વધારે અમદાવાદ અને ત્યાર બાદ સુરતમાં 1988 કેસ નોંધાતા તંત્રમાં ભારે દોડધામ જોવા મળી રહી છે. તંત્ર દ્વારા લોકોને માસ્ક પહેરવા અને ભીડ વાળી જગ્યાએ ન જવા માટેની સૂચનાઓ આપવામાં આવી રહી છે.

Your email address will not be published.