તબીબની બુદ્ધિનું પ્રદશનનો સુરત પોલીસે કર્યો પર્દાફાશ

| Updated: February 6, 2022 4:53 pm

સુરતમાં સસરા અને પુત્રવધૂના સોશિયલ મીડિયામાં મોર્ફ કરેલા બીભત્સ ફોટો વાયરલ થવાના ચકચારી પ્રકરણમાં સુરત સાઇબર સેલ પર્દાફાશ કર્યો છે. વેલંજાની રામવાડી સોસાયટીમાં રહેતા તબીબ હરેશ બેલિડયાની સુરત ક્રાઇમ સેલે ધરપકડ કરી હતી. દોઠ વર્ષ પહેલાં એક નર્સે નોકરી છોડી હતી તે નર્સનો સીમકાર્ડનો દુરુપયોગ કરી એડિટેડ ફોટો ગ્રૂપમાં વાયરલ કર્યા હતા.

આધેડ બિલ્ડર સસરા તેમજ પુત્રવધૂ બદનામ કરવાનું પડ્યું ભારે

સુરત જિલ્લાના વેલંજા ખાતે રહેતા 50 વર્ષીય આધેડ બિલ્ડર સસરા તેમજ પુત્રવધૂનો મોર્ફ કરેલા બીભત્સ ફોટો સુરત સ્થિત મિત્રવર્તુળ ગ્રૂપમાં ફરતો થયો હતો. સાથે રિજિયનલ ચેનલ અને સ્થાનિક અખબારોના નામથી બ્રેકિંગ ન્યૂઝ તરીકે પ્લેટ બનાવી વાયરલ કરવાની ઘટનાએ ભારે ચકચાર મચાવી હતી. આ હરકત પાછળ વેલંજાના તબીબનો હાથ હોવાના આક્ષેપ સાથે આઇ.ટી. એક્ટ હેઠળ કામરેજ પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી. આ તબીબ વિરુદ્ધ ભૂતકાળમાં પણ ગુનો નોંધાઇ ચૂક્યો હોવાની સાથે આ બિલ્ડર જે સોસાયટીમાં રહેતા હતા તેમાં આ તબીબનું પણ એક ઘર હોવાનું અને તેને લઇને માથાકૂટ ચાલી રહી હોઇ સીધી શંકા તેની ઉપર જ વ્યક્ત કરવામાં આવી હતી.

અન્ય સીમકાર્ડનો ઉપયોગ કરી કરતો બદનામ

આ કેસમાં હાલ ડો. હરેશ બેલિડયાની ધરપકડ કરવામાં આવી છે. તેમણે જ બિલ્ડરે ફેસબુક ઉપર મૂકેલા પરિવાર સાથેના ગ્રૂપ ફોટોમાંથી માત્ર આ બિલ્ડર અને પુત્ર વધૂનો ફોટો કટ કરી પુત્રવધૂના ચહેરા સાથે નીચે અર્ધનગ્ન સ્ત્રીનું શરીર ચોટાડી દીધું હતું. દોઢ વર્ષ પહેલાં ગયેલી નર્સનો સીમકાર્ડનો ઉપયોગ કર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

( અહેવાલ: મયુર મિસ્ત્રી, સુરત )

Your email address will not be published.