ઓનલાઈન ગલુડિયું ખરીદવા જતા સુરતની વ્યક્તિ સાથે આઠ લાખની છેતરપિંડીઃ જાણો કઈ તરકીબ અજમાવાતી હતી

| Updated: November 4, 2021 2:12 pm

અત્યારના સમયમાં કોઈપણ વસ્તુની ખરીદી કે વેચાણ માટે ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ વધી ગયો છે, ત્યારે ઓનલાઈ ગઠિયા પણ એક્ટિવ થયા છે અને લોકો સાથે ઓનલાઈન ફ્રોડ કરીને લાખો રૂપિયા સેરવી લેતા હોય છે. આવી જ એક ચેતવણીરૂપ ઘટના સુરતમાં પ્રકાશમાં આવી છે.

વેબસાઈટ પર ગલુડિયું વેચવાની જાહેરાત મુકી કસ્ટમરને ગલુડિયું ખરીદવા માટે અલગ અલગ ચાર્જ જણાવી તેઓ પાસેથી રૂપિયા પડાવી લેવા બદલ વેસ્ટ આફ્રિકાના એક નાગરિકને બેંગલોરથી પકડવામાં આવ્યો છે.

સાતમી મેના રોજ ક્લિકઈન નામની વેબસાઈટ પર રૂ.13000માં ગલુડિયું વેચવાની જાહેરાત એક ઈસમ દ્વારા મુકવામાં આવી હતી. જેમાં એક કસ્ટમરે ગલુડિયું ખરીદવા માટે તેમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ. તેમાં નામ, સરનામા તથા મોબાઈલ નંબરની વિગતો આપી ભેજાબાજના જણાવ્યા પ્રમાણે ગલુડિયાની કિંમત રૂ.13000 મોબાઈલ મારફતે પેટીએમ કરી પૈસા ટ્રાન્સફર કર્યા હતા.

દરમિયાન કસ્ટમરને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં તેઓએ સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે છેતરપિંડીનો ભોગ બનનાર કસ્ટમરની ફરીયાદના આધારે ગુનો નોંધી તપાસ આદરી હતી. દરમિયાન પોલીસે બાતમીના આધારે વેસ્ટ આફ્રિકાના નિયોન્ગાબસેન હિલેરીને બેંગ્લોરની ઝડપી પાડી તેની પાસેથી પાંચ મોબાઈલ કબ્જે કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે આરોપી ઓનલાઈન વેબસાઈટ ઉપર ગલુડીયુ વેચતાની જાહેરાત મુકતો હતો. કોઈ કસ્ટમર ગલુડિયાની ખરીદી કરવા માંગતા હોય તો તેની પાસેથી અલગ અલગ ચાર્જ પેટે રૂપિયા પડાવી લઈ ગલુડિયાની ડિલીવરી ન કરીને ઠગાઈ આચરતો હતો.

Your email address will not be published.