સુરત પોલીસ ઉંઘતી રહી અને મુંબઇ ક્રાઇમ બ્રાંચે શકીલ ગેંગના ચાર સાગરિતોને પકડ્યા

| Updated: July 28, 2022 4:37 pm

મુંબઇના વેપારીને ધમકી આપી  ધંધા માટેના 13 કરોડ પરત કરવાના બાજુએ રહ્યા ઉપરથી 50 લાખની ખંડણી માંગી

અમદાવાદ: ગુજરાતમાં સુરત પોલીસ ઊંઘતી રહી અને તેની નાક નીચેથી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે શકીલ ગેંગના ચાર શખ્સોને પક્યા હતા. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે સુરતના ગાજીપરા ગેંગના સાગરિત ઇલ્યાસ કાપડિયા સહિત ત્રણને રાંદેર વિસ્તારમાંથી પકડી પાડ્યા હતા. આરોપીઓને સાત દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મુંબઈના વેપારી પાસેથી ધંધાર્થે લીધેલા 13 કરોડ આપવાના બદલે અંડરવર્લ્ડ ડોન છોટા શકીલ પાસે ધમકી અપાવી 50 લાખની ખંડણી માંગવાના કેસની તપાસ મુંબઈ પોલીસે હાથ ધરી હતી. મુંબઈ પોલીસ ક્રાઇમ બ્રાન્ચે આ કેસની તપાસના સંદર્ભમાં ગુજરાતમાં સુરતમાંથી આરોપીઓને ઝડપ્યા હતા.

સુરતના અડાજણ પાટિયાના વતની અને હાલ મુંબઈ સેન્ટ્રલ વિસ્તારમાં ફેઝુલ નૂરાની પરિવાર સાથે રહે છે. તેણે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી કે સુરતના અસ્લમ નવીવાલાએ ધંધાર્થે 13 કરોડ રૂપિયા લીધા હતા. તેણે બાકીના પૈસાની ઉઘરાણી કરતા કરી હતી, પરંતુ તેણે પૈસા પરત આપ્યા ન હતા. તેના પછી અંડરવર્લ્ડ ડોન છોટા શકીલના નામે ઇન્ટરનેશનલ નંબર પરથી ધમકી આપવાની શરૂઆત થઈ હતી.

સુરતમાં ધંધો કરવો હોય તો 50 લાખની ખંડણી આપવી પડશે, તેવા ધમકી ભર્યા ફોનો ફૈશુલ નૂરાનીને આવવા લાગ્યા હતા. તેના લીધે ટેક્સ્ટાઇલનો કારોબાર કરતા નૂરાની ગભરાઈ ગયા હતા અને મુબંઈ ક્રાઇમ બ્રાન્ચમાં અસલમ સામે ફરિયાદ નોંધાવી હતી. તેના પછી મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની ટીમ મંગળવારે સુરત ખાતે પહોંચી હતી. ઇન્સ્પેક્ટર સુનીલ પવારની આગેવાની હેઠળની ટીમે સુરતની બાતમીવાળી જગ્યા પર રેડ કરી હતી.

ક્રાઇમ બ્રાન્ચે અડાજણ પાટિયાના અસ્લમ નવીવાલા, ગાજીપરા ગેંગ સાથે ઘરોબો ધરાવનાર અને ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા ઇલ્યાસ કાપડિયા 2019થી સુરતમાં રહેતા આરિફબેગ મિર્ઝાને પકડી લીધા હતા. બંનેની ધરપકડ કરી ક્રાઇમ બ્રાન્ચે સાત દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

Your email address will not be published.