સુરતમાં ગિલોલ વડે કાચ તોડી લાખો રૂપિયાની ચોરી કરનાર આતંરરાજય ગેંગનો પર્દાફાશ

| Updated: February 3, 2022 8:33 pm

ગુજરાત રાજયના અલગ – અલગ શહેર વિસ્તારમાં ફોર વ્હિલર કારના કાચને ગિલોલ વડે તોડી, એક્ટીવાની ડીક્કી તોડી રોકડા રૂપિયા તેમજ બેગ ચોરી કરતી આંતરરાજ્ય આન્ધ્રપ્રદેશની નેલ્લોર ગેંગના 6 લોકોને પોલીસે ઝડપી પાડવામાં સફળતા મળી હતી. પકડાયેલા આરોપી પૂછપરછમાં દેશના અલગ અલગ જગ્યા પર 60 જેટલા ગુનાઓને અંજામ આપ્યા હોવાની કરી કબૂલાત કરી હતી. પોલીસે લાખો રૂપીયાનો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી ફોર વ્હિલર કારના કાચ તોડી તેમજ એક્ટીવાની ડીક્કી તોડી રોકડા રૂપિયા તેમજ લેપટોપ બેગની ચોરીના ગુનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ભુતકાળમાં આવા પ્રકારના બનેલ ગુનાઓને શોધી કાઢવા પોલીસ ટીમ કામે લાગી હતી. ત્યારે પોલીસે ભૂતકાળમાં ગુનામાં સંડોવાયેલા આરોપી તપાસ કરતા પોલીસને ફોર વ્હિલર કારના કાચને ગિલોલ વડે તોડી, એક્ટીવાની ડીક્કી તોડી રોકડા રૂપિયા તેમજ ગેંગ તપાસ કરતા આવી ચોરી કરતી આંતરરાજ્ય આન્ધ્રપ્રદેશની નેલ્લોર ગેંગના 6 લોકોને પોલીસે ઝડપી પડ્યા હતા. જોકે આરોપી પૂછપરછ કરતા 60 જેટલા ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.

સુરત શહેરમાં સતત કોઈપણ જગ્યા પર પાર્ક કરેલ ફોર વ્હિલર કારના કાચ તોડી તેમજ એક્ટીવાની ડીક્કી તોડી રોકડા રૂપિયા તેમજ લેપટોપ બેગની ચોરીના સત્ય ઘટનાઓ સામે આવી છે. સુરત પોલીસે આવી ઘટનાઓમાં ભૂતકાળમાં જે આરોપીઓ સંડોવાયેલા તેમની તપાસ હાથ ધરી છે. ત્યારે પોલીસે બાતમી દ્વારા બાતમી મળી હતી કે મોટાવરાછા ક્રીષ્ણા ટાઉનશીપ ચાર રસ્તા રોડ પરથી નીચે આવા ગુનામાં સંડોવાયેલા ઈસમો એકત્ર થયા છે. પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમ બનાવી આરોપી પ્રકાશ નારાયણ મેકાલા, રાજેશ પ્રભુ મેકાલા, દાવીદ ઉર્ફે પોલ યાદાગીરી અંજૈયા, રમેશ ઉર્ફે અપ્પુ રવિ શાલ્લા, રાજુ મામૈયા નારબોયના, અપ્પારાવ વસંતરાવ ગુડ્ડટી નામના 6 જેટલા ઇસમોને પોલીસે ઝડપી પડ્યા હતા.

જોકે પોલીસે આરોપી પુછ્પરછ કરતા જણાવે છે કે આશરે વીસેક દિવસ પહેલા આંધ્રપ્રદેશ ખાતેથી ટ્રેન મારફતે સુરત શહેર ખાતે આવી શહેરના અલગ – અલગ વિસ્તારમાંથી OLX દ્વારા જુની ટુ – વ્હિલર બાઈકની ખરીદી કરી ત્યારબાદ મહારાષ્ટ્રના નાંદેડ ખાતે ચાલ્યા ગયેલ અને મહારાષ્ટ્રમાં ઓરંગાબાદ , નાંદેડ ખાતે ફોર – વ્હિલર કારનાકાચ તોડી રોકડ રૂપિયા તેમજ બેગની ચોરી કરીને સુરત ખાતે આવ્યા હતા. આજથી આઠેક દીવસ અગાઉ સીટીલાઇટ વીસ્તારમાં બેંક ઓફ બરોડા માંથી એક ઈસમ રોકડ રકમ ઉપાડી પોતાની મોપેડની ડીકીમા મુકી લઇ જતો હતો. ત્યારે આરોપીઓએ મોપેડનો પીછો કરેલ અને ઈસમે પોતાનુ મોપેડ પાર્ક કરતા તેની ડીકીનુ લોક તોડી તેમાંથી 6,00,000 / – રૂપિયા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મોટા વરાછા વિસ્તારમાં એક ફાર્મ હાઉસ સામે પાર્ક કરેલ ઇનોવા કારના કાચ તોડી તેમાંથી રોકડા રૂ . 27,000 ચોરી કર્યા હતા.

આ આરોપીએ ત્યારબાદ વડોદરા શહેરમાં નાસી ગયા હતા. ત્યા પણ આવીજ રીતે ઘણી બધી ચોરીઓને અંજામ આપેલ હતો. ત્યારબાદ ત્યાથી ભરુચ , કોસંબા , વાપી , બારડોલી , વલસાડ ખાતે આવીજ એમ.ઓ થી ઘણી બધી ચોરીઓને અંજામ આપ્યા હોવાની કબૂલાત કરી હતી. અંદાજીત 60 જેટલા ગુનામાં આરોપી સંડોબાયેલા હોવાનું પોલીસ તપાસ સામે આવ્યું હતું. આરોપી આંતરરાજ્ય આન્ધ્રપ્રદેશની નેલ્લોર ગેંગના સભ્ય જોવાનું સામે આવતા પોલીસે આરોપી પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

જોકે આરોપી વધુ તપાસ કરતા આરોપી ગુનો કરવાની રીત જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપીઓ IRB ના ડુપ્લીકેટ આઈકાર્ડ બનાવી તેના આધારે ઘર ભાડે લઈ જે શહેરમાં હોય ત્યાંથી ટુ – વ્હિલર બાઈકની ખરીદી કરી શહેરમાં બેંકની સામે અલગ અલગ જગ્યાએ ઉભા રહી પૈસા ઉપાડવા આવતા માણસોને આઈડેન્ટીફાય કરી રેકી કરતા હતા. ત્યારબાદ તેઓ તે ગાડીનો પીછો કરી તેની પાછળ પાછળ જતા હતા. જ્યારે પાર્ક કરે ત્યારે તેની ડીક્કી તોડી તેમાંથી ચોરી કરે અને જો ફોર – વ્હિલર કાર હોય તો કાર પાર્ક કરે ત્યારે ગીલોલથી કાચ તોડી બેગ ચોરી કરી ફરાર થઈ જતા હતા.

( અહેવાલ: મયુર, મિસ્ત્રી સુરત )

Your email address will not be published.