SURAT: Rubber Girl અન્વી ઝાંઝરૂકિયાને PM MODIના હસ્તે વર્ચ્યુઅલી એવોર્ડ એનાયત થશે

| Updated: January 24, 2022 6:36 pm

સુરતની 13 વર્ષની અન્વી ઝાંઝરૂકિયાને (Anvi Zanzarukia) યોગાસનમાં વિશિષ્ટ પ્રદાન કરવા બદલ તા.3 ડિસે.2021 ના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા ‘ક્રિએટિવ ચાઈલ્ડ વિથ ડિસેબિલીટી કેટેગરી’માં નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો હતો.અને આ સાથે તેમની પંસદગી ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર-2022માં કરવામાં આવી છે.અને તેને ધ્યાનમાં લઇને આજે કલેક્ટર કચેરી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના(modi) હસ્તે વર્ચ્યુઅલી એવોર્ડ એનાયત કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

સ્માર્ટ સિટી’ની વાતો વચ્ચે દેશના ‘મોડેલ સ્ટેટ’, ઢોર પકડવા એએમસી નિષ્ફળ

આજે કલેક્ટર કચેરી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના(modi) હસ્તે વર્ચ્યુઅલી એવોર્ડ એનાયત કરવામાં આવશે અને તેની સાથે વડાપ્રધાન રબર ગર્લ અન્વી અને તેના માતાપિતા સાથે ઓનલાઈન સંવાદ કરવામાં આવશે અને દિવ્યાંગ અન્વીમાં (Anvi Zanzarukia) શારીરિક-માનસિક અક્ષમતા છતા યોગમાં નિપુણતા કેળવામાં આવી છે. આ સાથે તેણીએ સુરત અને ગુજરાતનું રાષ્ટ્રીય ફલક પર ગૌરવ વધાર્યું જોવા મળે છે અને તેની સાથે

અન્વી જન્મજાત અનેક પ્રકારની શારીરિક અને માનસિક બિમારીથી ઝઝૂમી રહી છે અને તેની સાથે જન્મજાત હૃદયની ખામી હોવાથી તેની ઓપન હાર્ટ સર્જરી થઈ ગઇ છે અને સ્પ્રિંગ ડિસીઝના કારણે મોટા આંતરડામાં ક્ષતિ છે અને આ સાથે તે 75 % બૌદ્ધિક દિવ્યાંગતા ધરાવે છે અને તેમના અંદર અમૂક કમીઓ હોવા છતા મક્કમ મનોબળ અને સખત પરિશ્રમ થકી યોગમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની અનેકવિધ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલો જીત્યા હોવાનું સામે આવ્યું છે.

તેમને મળેલા એવોડની જો વાત કરવામાં આવે તો ત્રણ વર્ષોમાં રાષ્ટ્રીય સ્તરની યોગ સ્પર્ધાઓમાં 3 સુવર્ણ ચંદ્રકો અને 2 કાંસ્ય ચંદ્રકો જીત્યા છે. તેણે કુલ 42 યોગ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે, જેમાં ૫૧ જેટલા મેડલો મેળવ્યા હોવાનું સામે આવ્યું છે.PM MODIના હસ્તે Rubber Girl અન્વી ઝાંઝરૂકિયાને(Anvi Zanzarukia)વર્ચ્યુઅલી એવોર્ડ એનાયત કરવામાં આવશે.

Your email address will not be published.