સુરતમાં મસાજ પાર્લરની આડમાં ચાલતા દેહવેપારના ધંધા પર પોલીસની લાલઆંખ

| Updated: February 7, 2022 2:13 pm

સુરત શહેરમાં દેહવ્યાપારનો ધંધો પોલીસની રહેમનજર ચાલી રહ્યો છે. તેવા અનેક સવાલો અનેક વાર ઉઠ્યા છે. ત્યારે મોડે મોડે જાગેલી સુરત પોલીસે એક દિવસમાં બે અલગ અલગ જગ્યાએ દરોડા પાડીને દેહવ્યાપારનો પર્દાફાશ કર્યો છે.

સુરત શહેરના તમામ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ખુલ્લેઆમ દેહવ્યાપારનો ધંધો ચાલી રહ્યો છે. કેટલાક દેહવ્યાપારના ધંધો ચૂપી રીતે તો કેટલાક પોલીસની રહેમ નજર હેઠળ ચાલે છે. જોકે આ અંગે શહેરીજનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. તેમજ સ્થાનિકો દ્વારા જનતા રેડ પણ કરવામાં આવી છે. ત્યારે મોડે મોડે જાગેલી સુરત પોલીસે એક જ દિવસમાં સુરત અલગ-અલગ વિસ્તારમાં બે જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે. ખાસ કરીને સુરતનો પોશ વિસ્તાર ગણાતા વેસુમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તે દરમિયાન એક કૂટણખાનામાંથી છ જેટલા ગ્રાહકો અને 20 જેટલી મહિલાઓ અને તેના માલિક અને મેનેજર સાથે ઝડપાઈ ગયા હતા. બનાવને પગલે સુરત ક્રાઇમ દ્વારા તમામ લોકોની ધરપકડ કરી અને ખુલ્લેઆમ ચાલતા દેહ વેપારનો પર્દાફાશ કર્યો છે.

સુરત શહેરમાં ખુલ્લેઆમ દેહવ્યાપારનો ધંધો

વેસુ વિસ્તાર અને અડાજણ વિસ્તાર તેમજ સિટિલાઇટ વિસ્તારમાં વરાછા, સરથાણા, લિંબાયત, પાંડેસરા સહિત વિસ્તારમાં મસાજ પાર્લરની આડમાં દેહ વ્યાપારનો ધંધો દુકાનોમાં તેમજ ઓફિસોમાં ચલાવવામાં આવી રહ્યો હતો. આવી જ રીતે સુરતની ડીંડોલી પોલીસે પણ મોડે મોડે જાગીને વિસ્તારમાં ચાલતા એક કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે. ડિંડોલી પોલીસ દ્વારા અચાનક જ રેડ કરવામાં આવતા બે વ્યાપાર સાથે સંકળાયેલા એકથી વધુ મહિલાઓ તેમજ મેનેજરની અને ગ્રાહકની ધરપકડ કરાઈ છે.

દુકાનોમાં કેબિન બનાવીને દેહવ્યાપાર ધંધો ચાલતો હતો

જ્યારે પોલીસે દરોડા પાડ્યા ત્યારે મોટી માત્રમાં ગ્રાહકો અને દેહ વ્યાપાર કરનાર મહિલાઓ મળી આવી હતી. જોકે દરોડા દરમિયાન તપાસ કરતા દુકાનો અને ઓફિસમાં નાના કેબિનો બનાવીને ખુલ્લેઆમ દેહવ્યાપારનો ધંધો ચાલતો હોવાની માહિતી સુરત ક્રાઈમને થઈ હતી. જેથી ક્રાઈમે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા.

સુરતમાં દેહવ્યાપારનો ધંધો ક્યારે બંધ થશે

સુરત શહેરના તમામ વિસ્તારમાં એક કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં દુકાન રાખીને મસાજ પાર્લરની આડમાં દેહ વ્યાપારનો ધંધો ચાલી રહ્યો હતો. સુરત પોલીસ પણ આ વાતની તકેદારી રાખીને શહેરમાં ચાલી રહેલી આવી ગંદી પ્રવૃત્તિઓને અટકાવે તે જરૂરી બન્યું છે. કારણકે સુરત શહેરમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અંદાજે સૌથી વધુ મસાજ પાર્લરની આડમાં બે વ્યાપાર ચાલી રહ્યા છે અનેક વખત સ્થાનિકો તેમજ કોમ્પલેક્ષ દ્વારા પણ ફરિયાદ કરવામાં આવે છે. પરંતુ તેનું પરિણામ માત્ર કાગળ પર જ રહી જાય છે. જોકે સુરત પોલીસે જે રીતે મસાજ પાર્લરની આડમાં ચાલતા ધંધા પર દરોડા પાડી અને પર્દાફાશ કર્યો છે ત્યારે સ્થાનિક લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે અને પોલીસની કામગીરીને વધારવી રહી છે. પરંતુ આવી જ રીતે સુરત પોલીસ અન્ય વિસ્તારમાં ચાલતા દેહવ્યાપારનો ધંધા પર ક્યારે રેડ કરશે અને પર્દાફાશ કરશે તે એક મોટો પ્રશ્ન ઉભો થયો છે.

( અહેવાલ: મયુર મિસ્ત્રી,સુરત )

Your email address will not be published.