વિદેશમાં એડમિશન ન મળતા સુરતનો સ્ટુડન્ટે જીવનલીલા સંકેલી

| Updated: April 14, 2022 7:55 pm

સુરતના નાના વરાછા ખાતે રહેતા યુવકે અમેરિકાની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાની ઈચ્છા પૂર્ણ ન થતાં બુધવારે રાત્રિ દરમિયાન આપઘાત કરી લીધો હતો. ઘરમાં કોઈ હાજર ન હોતું તે સમયે યુવકે સાડી બાંધીને ફાંસો ખાધો હતો. યુવક કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીમાં માસ્ટર ડિગ્રી કરવા માટે એડમિશન મેળવવા ઈચ્છતો હતો. પરંતુ તે શક્ય ન બનતા હતાશામાં આવી જઈ ફાંસો ખાધો હતો.

સુરતના નાના વરાછાની તાપી દર્શન સોસાયટીની બાજુમાં આવેલી ગિરનાર સોસાયટી ખાતે મુકેશભાઈ જૈસુર પરિવાર સાથે રહે છે. મૂળ જૂનાગઢના માળિયા તાલુકાના કુકસવાડાના 21 વર્ષીય પુત્ર દીપકુમારે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે કાપોદ્રા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, દીપની ઈચ્છા અમેરિકામાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરવાની હતી. પરંતુ તે શક્ય ન બનતા હતાશ થઈને આત્યંતિક પગલું ભરી લીધું હતું. દીપે અમેરિકાની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે એપ્લાય કર્યું હતું. જો કે દિલીપકુમારને એડમિશન મળ્યું ન હતું. અંતે નિરાશ થઈ ગયો હતો. ઘરે એકલતાનો લાભ લઈને છતના હુક સાથે ડિજિટલ પ્રિન્ટની સાડી બાંધી ફાંસો ખાઈને અંતિમ પગલું ભરી લીધું હતું. જેથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ ત્રણ મહિના પહેલા એપ્લાય કર્યું હતું દિપકુમારે સુરતની ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં ફર્સ્ટ ક્લાસ ડિસ્ટિંક્શન સાથે બેચલર પુરૂ કર્યું હતું. ત્યાર બાદ વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં માસ્ટરનો અભ્યાસ શરૂ કર્યો હતો. જેમાં તેનું એક વર્ષ પૂર્ણ થયું હતું. ત્યાર બાદ બીજા વર્ષ માટે દિપકુમારે ત્રણ મહિના પહેલા અમેરિકાના કેલિફોર્નિયાની સ્ટેટ યુનિવર્સિટીમાં એડમિશન માટે એપ્લાય કર્યું હતુ. પરંતુ અમેરિકાની યુનિવર્સિટીમાં એડમિશન નહીં થાય તેવા દિપકુમારને ડર હતો જેના કારણે તે માનસીક તણાવમાં હતો

( અહેવાલ: મયુર મિસ્ત્રી, સુરત )

Your email address will not be published.