માર્કેટમાં મોંઘવારી છતા સુરતના કાપડના વેપારી બેકાર

| Updated: May 20, 2022 2:39 pm

મોંઘવારીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.કોરોના કાળથી લોકો જાણે મંદીમાં વિંટાઇ ગયા છે.ગુજરાતની સાથે ભારતના અનેક રાજયમાં પેટ્રોલ, ડીઝલ, ગેસના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.ખાવાના તેલના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.હવે તો ખાવા-પિવાની વસ્તુઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

આ વખતની મંદીની અસર અત્યાર સુધીની સૌથી ખરાબ જોવા મળી રહી છે અને તેના કારણે અનેક વેપારીઓ કાગડાની જેમ ગ્રાહકોની રાહ જોતા નજરે પડી રહ્યા છે.. લગ્નસરાની સીઝન હોવા છતાં વેપાર પર 70 ટકા અસર જોવા મળી રહી છે

દેશમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ મોંઘવારીના કારણે આસમાને પહોંચ્યા છે. ત્યારે લોકોએ મોંઘવારી સામે પોતાના ખર્ચમાં પણ ઘટાડો કર્યો છે. માંડ માંડ કોરોના બાદ પાટા પર આવેલો કાપડનો વ્યવસાય(Surat textile) ફરી મંદી સામે ઝઝૂમી રહ્યો છે. આ વખતની મંદીની અસર અત્યાર સુધીની સૌથી ખરાબ કહેવામાં આવી રહી છે. લગ્નસરાની સીઝન હોવા છતાં વેપાર પર 70 ટકા અસર જોવા મળી રહી છે. જેને કારણે કાપડના વેપારીઓને રડવાનો વારો આવ્યો છે. ખરીદેલો માલ નહિ વેચાતા દુકાનમાં કપડાના ઢગલા જોવા મળી રહ્યાં છે.

વધી રહેલી મોંઘવારી વચ્ચે કાપડના વેપારીઓ (Surat textile)બેકાર બન્યા.આ પહેલા ઇદના તહેવારમાં સારી ખરીદી જોવા મળી હતી પરંતુ હાલ તો આ ધંધો ઠપ થઇ ગયો છે.રોજે 400 થી 450 જેટલી ટ્રકો સુરતથી રવાના થતી હતી. પરંતુ આજે આ આંકડો 100 પર આવી ગયો છે જેના કારણે કોરોનાને કે લોકડાઉન ના હોવા છતા બેરોજગાર બનવાનો વારો આવ્યો છે.

ધણા વેપારીઓને(Surat textile) તો દુકાન બંધ કરવાનો વારો આવ્યો છે કેમકે દુકાના ભાડા પણ ભરાઇ તેટલી ગરાગી પણ જોવા મળતી નથી જેના કારણે વેપારીઓને દુકાનો બંધ કરવાનો વારો આવ્યો છે.

Your email address will not be published.