નો ડ્રગ્સ ઈન સેફ, ફીટ એન્ડ સ્માર્ટ સુરત સીટી ના સંદેશાઓ સાથે જ ગુજરાત દિવસને આવકારવા દોડશે સુરતીઓ

| Updated: April 21, 2022 11:30 am

શહેર પોલીસ વિભાગ દ્વારા 30 મી એપ્રિલે સુરત (Surat)શહેરમાં નાઈટ મેરેથોન દોડનું આયોજન 5 કિમી, 10 કિમી અને 21 કિમીની દોડ યોજાશે, મેરાથોન ના પ્રચાર માટે 20મીએ પ્રમોશનલ ઈવેન્ટ અને ૨૪ પેટ રન નું આયોજન કરવામાં આવ્યું છે.

સુરતમાં (Surat)ડ્રગ્સ ના ચુંગલ માંથી યુવાનો ને બચાવવા અને શહેરના ડ્રગ્સ મુક્ત બનાવવા માટે પોલીસ અને સરકાર સતત પ્રયત્નશીલ છે. સુરત શહેર પોલીસ વિભાગ દ્વારા ડ્રગ્સ માફીયાઓ સામે તો કાર્યવાહી કરવામાં આવી રહી છે પણ સાથે સાથે વિભિન્ન સંસ્થાઓ સાથે મળીને પણ સમાજને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહી છે. આવા જ પ્રયાસના ભાગરૂપે સુરત શહેર પોલીસ દ્વારા રાજ્યના ગૃહ મંત્રી તથા સ્પોર્ટ્સ અને કલ્ચર મંત્રી હર્ષ ભાઈ સંઘવી અને સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમરના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આગામી 30મી એપ્રિલના રોજ ગુજરાત ડે નાઈટ મેરેથોન દોડનું આયોજન સુરતમાં કરવામાં આવ્યું છે. જેમાં નો ડ્રગ્સ ઈન સેફ, ફીટ એન્ડ સ્માર્ટ સુરત સીટીના સંદેશાઓ સાથે જ ગુજરાત દિવસને આવકારવા માટે મોટી સંખ્યામાં સુરતીઓ દોડશે.

આ અંગે માહિતી આપતા શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમર જણાવ્યું હતું કે સે નો ટુ ડ્રગ્સ, નો ડ્રગ્સ ઈન સુરત (Surat)સીટી, સાથે સ્માર્ટ સિટી સુરત ના સંદેશાઓ સાથે તેમજ ગુજરાત દિવસની ઉજવણીના ભાગરૂપે આ નાઈટ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 5 કિમી, 10 કિમી અને 21 કિમી દોડનું આયોજન થશે. શહરીજનો સાથે જ દોડવીરો માટે નાઈટ મેરેથોન માં ભાગ લેવા માટેનું રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. 5 કિમી દોડ માટે ફ્રી રજીસ્ટ્રેશન છે, જ્યારે 10 કિલોમીટર માટે 399 રૂપિયા અને 21 કિમી દોડ માટે 499 રૂપિયા રજીસ્ટ્રેશન ફી નક્કી કરવામાં આવી છે.

આ પણ વાંચો: સુરતમાં ત્રિદિવસીય સ્માર્ટ સિટી સમિટની તડામાર તૈયારી

જોકે જે પણ આ અંતર પૂર્ણ કરશે તેને રજીસ્ટ્રેશન ફી પરત કરવામાં આવશે. નાઈટ મેરેથોન ના પ્રચાર અને પ્રસાર માટે 20 મી એપ્રિલના રોજ પ્રમોશનલ ઈવેન્ટ અને 24 મી એપ્રિલના રોજ પેટ રન નું આયોજન કરવામાં આવ્યું છે.

અહેવાલ : મયુર મિસ્ત્રી સુરત

Your email address will not be published.