સુરતની સીટી બસો બની રહી છે બેફામ, વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો

| Updated: May 3, 2022 3:38 pm

સુરતની સીટી બસોમાં એક પછી એક અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં સીટી બસ ચાલકે ડ્રાઈવરે બસ ના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત મોટી દુર્ઘટના થતાં રહી ગઈ હતી. બસની બ્રેક ફેઇલ થઇ ગયા હોવાનું ડ્રાઇવર કઈ રહ્યો છે.

સુરતની બ્લુ સીટી બસ હોય કે બીઆરટીએસ બસ અકસ્માતની ઘટનાઓ દિવસે ને ડોવસે બનતી હોય છે બસની અડફેટે 15 દિવસમાં એક વ્યક્તિનું મોત થયાના સમાચાર સામે આવતા હોય છે ત્યારે સુરતની સિટી બસ આજે દિલ્હી ગેટ નજીક સ્ટેશન વિસ્તારમાં અચાનક એક કારને અડફેટમાં લીધા બાદ હોટલમાં ઘુસી ગઈ હતી જેને લઇને સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો બસમાં બેઠેલા મુસાફરોને નાની-મોટી ઈજા થતા તેમને ૧૦૮ની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે સમગ્ર ઘટના હોટલમાં રહેલા સિટીમાં ક્યાં જવા પામી હતી બસની બ્રેક ફેઇલ થઇ ગયા હોવાની વાત ડ્રાઈવર દ્વારા કહેવામાં આવી રહી છે

સુરત મહાનગરપાલિકા સંચાલિત સીટી બસ અને બીઆરટીએસ બસ શહેરના રસ્તા પર બેફામ ગતિએ દોડતી જોવા મળે છે આજરોજ બનેલી ઘટનાને લઇને વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી બસ નંબર 126 જે યુનિવર્સિટીથી સુરત રેલ્વે સ્ટેશન જઈ રહી હતી ત્યારે દિલ્હી ગેટ નજીક બસ અચાનક ઊભેલી ગાડી સાથે ધડાકાભેર અથડાઈ અને નજીકની હોટલમાં પહોંચી ગઈ હતી જેને લઇને બસમાં બેઠેલા તમામ મુસાફરોને નાની-મોટી ઈજા થઈ હતી તમામને સારવાર અર્થે 108ની મદદથી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતના પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી ઘટનાની જાણ કરતા પોલીસ થઈ મહાનગરપાલિકા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા ત્યારે જાણકારી મળી હતી કે ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત થયો હતો જોકે વિસ્તારમાં સવારના સમયે લોકો મોટી સંખ્યામાં સુરત રેલવે સ્ટેશન પર બહારગામથી આવતા હોય તેને મોટી સંખ્યામાં લોકો રોડ પર હાજર હોય છે આ અકસ્માત થયો છે તે સમયે કોઈના હોવાને લઇને મોટી દુર્ઘટના સાથે લોકોના જીવ બચ્યા હતા.ત્યારે આ મામલે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે ત્યારે આ અકસ્માત સીસીટીવી પણ સામે આવ્યા છે.

અહેવાલ
મયુર મિસ્ત્રી સુરત

Your email address will not be published.