વિદેશ જવા ઓનલાઇન માહિતી મેળવો છો, તો પહેલા આ વાંચી લો

| Updated: January 27, 2022 8:30 pm

વિદેશ જવા ઓનલાઇન સર્ફીંગ કરવું મહેસાણામાં એક શિક્ષિકાને ભારે પડી ગયું છે. શિક્ષિકાએ વિદેશ જવાની માહિતી મેળવા ઓનલાઇન સર્ફિગ કર્યું હતું અને તેને 6 લાખ રૂપિયા ગુમાવવા પડયા છે.

વિગતો એવી છે કે મહેસાણા શહેર માં માનવ આશ્રમ ચોકડી નજીક યુનિ.હોમ્સ સોસાયટી માં રહેતી એક શિક્ષિકા વિદેશ જવાની લાલચ માં છેતરપીંડી નો ભોગ બની છે.ઓનલાઈન સર્ફિંગ માં ઇન્ડિયા ક્યુપીડ ડોટ કોમ નામ ની વેબસાઈટ ઉપર સર્ચ બાદ શિક્ષિકા યુવતી ને અજાણ્યા મોબાઈલ નંબર થી દિપક લહેરી નામ ના ઇસમે સંપર્ક કર્યો હતો…

ત્યારબાદ યુ.કે.વર્ક પરમીટ વિઝા ફાઇલ કરી આપવા નું કહી દિપક લહેરી નામ ના ઇસમે મહેસાણા ની શિક્ષિકા યુવતી પાસે થી રૂપિયા 6.08 લાખ ખંખેરી લીધા હતા..જોકે વર્ક પરમીટ વિઝા મેળવવા યુવતી એ પ્રયાસ કર્યો ત્યારે અજાણ્યા ઈસમ દિપક લહેરી નો સંપર્ક થતા તેની સાથે છેતરપીંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો…આથી શિક્ષિકા યુવતી રચના ચૌધરી એ આખરે મહેસાણા સાયબર ક્રાઇમ માં છેતરપીંડી ની ફરીયાદ નોંધાવતા પોલીસ તપાસ હાથ ધરી છે..

Your email address will not be published.