અમરેલી નવા એસપીનો આશ્ચર્ય જનક ફતવો, કપાસીયા તેલથી હદય હુલમો થાય

|Amreli | Updated: May 5, 2022 9:18 pm

કપાસીયા તેલ વાપરવું હાની કારક, તેલની સીધી અસર શરીર પર લેટર કન્ટ્રોલ રુમથી વાઇરલ થતા કોન્સ્ટેબલના નામે ઠીકરું ફોડ્યું

અમદાવાદ
રાજ્યના અમરેલી જિલ્લાના નવા આવેલા ડીએસપી હિમકર સિંહ આશ્ચર્ય જનક ફતવો બહાર પાડ્યો હતો. એસપી વતી એક કપાસીયા તેલ ન વાપરવું તે હાનીકારક છે અને તે ખાવાથી તેની સીધી અસર શરીર પર પડે છે અને હદય હુમલો આવવાની શક્યતા રહેલી છે. જોકે ફતવા અંગે વિવાદ થતાં તાત્કાલીક તેમણે બીજો હુકમ બહાર પાડ્યો અને આ ઠીકરુ હેડ કોન્સ્ટેબલ પર ફોડી દીધો હોવાની ચર્ચા પોલીસ બેડામાં થઇ રહી છે.

અમરેલી જિલ્લા કન્ટ્રોલ રુમમાંથી એક વીએચએફ મેસેજ જિલ્લાના તમામ થાણા અધિકારીઓ, એલસીબી, એસઓજી, તમામ બ્રાંચ, પોલીસ હેડ ક્વાર્ટરને મોકલાયો તથા તમામ ના.પો.અધિ. અને સીપીઆઇને જાણ માટે આપવામાં આવ્યો હતો. જેની વિગતમાં જણાવ્યુ હતુ કે, આથી તમામ પોલીસ અધિ-કર્મચારીઓને જણાવવામાં આવે છે કે, દૈનિક ખોરાકમા-નાસ્તામાં કપાસીયા તેલ વાપરવું હાનીકારક છે કપાસીયા તેલની સિધી અસર આપણા શરીર પર પડે છે અને તેનાથી હદય હુમલા આવવાની શક્યતા રહેલી છે. ખોરાકમાં કપાસીયા તેલ લેવું તેનો સીદો સબંધ હદય હુમલા સાથે રહેલો છે. આથી તમામને જણાવવામાં આવે છે કે, કપાસીયા તેલનો ખોરાકમાં ઉપયોગ ટાળવો. તમામ સ્ટાફને પણ માહિતગાર કરવા. પોલીસ અધિક્ષકની સુચનાથી. તેમ લખેલો લેટર 4 મેનો વાઇરલ થયો હતો. આ લેટરના કારણે જિલ્લા સહિત ગાંધીનગર સુધી જિલ્લા એસપીના ફતવાની ચર્ચા થવા લાગી હતી.
દરમિયાનમાં આ સમાચાર અમરેલી પોલીસ અધિક્ષક સુધી પહોચ્યા અને તેમની વાતને અધિકારઓએ તથા લોકોએ અસ્વિકાર કર્યો ત્યારે તેમણે આ લેટરને ફરેવી તોળ્યો હોવાનું બહાર આવ્યું છે.
ગણતરીના કલાકોમાં જિલ્લા એસપી હિમકર સિંહે આ લેટરના મેસેજને રદ ગણવા ફરી મેસેજ કરાવ્યો હતો. જેમાં કપાસીયા તેલ અંગે પણ ખુલાસો કરાયો હતો. તેમાં સુચનાઓનું ખોટું અર્થઘટન કરી આ મેસેજ કન્ટ્રોલ ઇન્ચાર્જની સમજણફેર તેમજ શરતચુકના કારણે થયો છે. કપાસીયા તેલનો ઉપયોગ હાનીકારક હોય તેવો સાયન્ટીફીક આધાર પુરાવો ન હોય મેસેજને રદ કરવામાં આવ્યો હતો. આમ જિલ્લાનો લેટર ગાંધીનગર ડીજી ઓફિસરથી લઇ ગૃહ વિભાગ સુધી ફરતો થયો હતો.

ટુંકા પગારમાં સીંગતેલ ખાવું પરવડે નહી, ગ્રેડ પે મળ્યા બાદ અમલ.
અમરેલી પોલીસ અને અન્ય પોલીસ ગ્રૃપમાં જ્યારે જિલ્લા એસપી હિમકર સિંહનો કપાસીયા તેલ ન ખાવા બાબતનો લેટર વાઇરલ થયો હતો. તેની પ્રતિક્રિયામાં અનેક ગ્રુપોમાં પોલીસે મેસેજ કર્યા હતા કે, ટુંકા પગારમાં સીંગતેલ ખાવું પરવડે તેમ નાં હોય જે વિદિત થાય અને ગ્રેડ પે મળ્યા બાદ અમલવારી કરવા નોંધ રાખી. જેવા અનેક મેસેજો કર્યા હતા.

Your email address will not be published.