સૂર્યકુમાર યાદવને હાર્ડ હિટિંગથી વિન્ડીઝ સ્તબ્ધઃ ભારત શ્રેણીમાં 2-1થી આગળ

| Updated: August 3, 2022 2:39 pm

ઉછળતી પીચો પર હાર્ડ હિટિંગ (#Hard Hitting) કોને કહેવાય તેનું ઉત્તમ પ્રદર્શન કરતા સૂર્યકુમાર યાદવની #(Suryakumar Yadav) બેટિંગની મદદથી ભારતે ($India Cricket) વેસ્ટઇન્ડિઝ (# West indies) સામેની ટી-20 શ્રેણીમાં 2-1થી સરસાઈ મેળવી હતી. વિન્ડીઝે 20 ઓવરમાં 5 વિકેટે કરેલા 164 રનના પડકારને ભારતે 19 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 165 રન કરી સર કરી લીધો હતો. સૂર્યકુમાર યાદવે ફક્ત 44 બોલમાં આઠ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 76 રન ફટકાર્યા હતા.

ભારત માટે ચિંતાની વાત હોય તો કેપ્ટન રોહિત શર્માને (#Rohit Sharma) પીઠમાં થયેલી ઇજા છે. તેના લીધે શર્મા 11 રન કરી રિટાયર હર્ટ થયો હતો. બાઉન્સી ટ્રેક પર સળંગ બીજી મેચ રમાતા વિન્ડીઝે ફ્લાઇંગ સ્ટાર્ટ મેળવ્યું હતું. પણ પંડ્યા ($Pandya)અને અશ્વિને (#Ashwin) વિન્ડીઝની રનગતિ પર બ્રેક મારી હતી. બંનેની આઠ ઓવરમાં માંડ 45 જ રન ગયા હતા.

વિન્ડીઝ તરફથી કાઇલ માયર્સે 50 બોલમાં ચાર છગ્ગા અને આઠ ચોગ્ગાની મદદથી 73 રન ફટકાર્યા હતા. જ્યારે બ્રેન્ડોન કિંગે 20 રન કર્યા હતા. નિકોલસ પૂરન ઇજા પામતા વિન્ડીઝે રનગતિ ગુમાવી હતી. શિમરોન હેટમાયર અને રોવમેન પોવેલે છેલ્લી સાત ઓવરમાં 80 રન ફટકારી વિન્ડીઝનો સ્કોર સન્માનજનક સ્તરે પહોંચાડ્યો હતો. પરંતુ ભારતની યુવા ટીમ માટે આટલો સ્કોર પૂરતોન હતો.

સૂર્યકુમારે પહેલા બોલથી જ તેના ઇરાદા જણાવી દીધા હતા. તેણે ચોર્કર બોલને કવર પર ચોગ્ગો ફટકાર્યો હતો. તેના પછી તે કેટલાય ડરામણા અને માની ન શકાય તેવા શોટ રમ્યો હતો. તેની પાંચ બાઉન્ડ્રી તો ઓફ સાઇડ પર સ્કવેરમાંથી આવી હતી અને એક લેગસાઇડે બિહાઇન્ડ ધ સ્કવેર ફટકારી હતી. તેનો શ્રેષ્ઠ શોટ તો મિડલ સ્ટમ્પ પર આવેલા શોર્ટ ઓફ લેન્થ બોલને એરિયલ ઇનસાઇડ આઉટ કરવાનો હતો, તેમા તેને છગ્ગો મળ્યો હતો. એક સમયે તે જે રીતે શોટ ફટકારતો હતો ત્યારે લાગતું હતું કે આટલા ચેઝિંગમાં પણ તે સદી ફટકારશે. પણ ભારતને જ્યારે 33 બોલમાં 30 રન કરવાના હતા ત્યારે તે આઉટ થઈ ગયો હતો.

માયર્સ અને કિંગે વિન્ડીઝને ફ્લાઇંગ સ્ટાર્ટ આપતા છ ઓવરમાં જ 56 રન ફટકાર્યા હતા. તેઓએ દીપક હૂડા, અવેશખાન કે ભુવનેશ્વરકુમારમાંથી કોઈને પણ મચક આપી ન હતી. જો કે પાવરપ્લેની અંતિમ ઓવરમાં અર્શદીપસિંહે સારી કામગીરી બજાવી હતી. પણ પંડ્યાએ પીચનો ફાયદો ઉઠાવતા પેસ વેરિયેશન દ્વારા પહેલી ઓવરમાં છ રન આપ્યા પછી બાકીની ત્રણ ઓવરમાં 11 રન જ આપ્યા હતા. છેવટે કિંગે ધીરજ ગુમાવતા પંડ્યાએ તેની વિકેટ ઝડપી ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. તેના પછી અશ્વિન સામે બે ડાબેરી બેટ્સમેનો થઈ ગયા હતા અને બંનેને તેને રમવામાં તકલીફ પડી હતી. તેઓએ તેની સામે આક્રમક રમવા ગયા હતા, પરંતુ તેના માટે ભારે જોખમ લેવું પડયુ હતુ. આ રનગતિને બ્રેક વાગતા વિન્ડીઝનો સ્કોર 6 ઓવરના 56 પછી 13 ઓવરમાં 84 રનનો જ હતો.

વિન્ડીઝના બેટ્સમેનોએ અંતિમ ઓવરમાં અર્શદીપસિંહને બરોબરનો ફટકાર્યો હતો, પરંતુ ભુવનેશ્વરકુમાર તેઓને અંકુશમાં રાખવામાં સફળતા મેળવી હતી. માયર્સ અને રોવમેન પોલ કેટલાક અવિશ્વસનીય શોટ રમ્યા હતા અને અંતિમ સાત ઓવરમાં 80 રન ઉમેરી ટીમને સન્માનજનક જુમલે પહોંચાડ્યું હતું.

Your email address will not be published.