સુષ્મિતા સેન તેમની પુત્રીઓ સાથે ડાન્સ કરતી જોવા મળી, તો બીજી તરફ ભૂતપૂર્વ બોયફ્રેન્ડ રોહમનની ટિપ્પણીએ નેટીઝન્સનું ધ્યાન ખેચ્યું

| Updated: January 10, 2022 6:21 pm

ગયા વર્ષે ડિસેમ્બરમાં સુષ્મિતા સેને બોયફ્રેન્ડ રોહમન શાલ સાથે બ્રેકઅપની જાહેરાત કરી હતી. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું હતું. “અમે મિત્રો તરીકે શરૂઆત કરી હતી, અમે મિત્રો રહીએ છીએ!! સંબંધ લાંબા સમયથી પૂરો થઈ ગયો હતો… પ્રેમ રહેશે!! #nomorespeculations #liveandletlive #cherishedmemories #gratitude #love #friendship હું તને પ્રેમ કરું છું!!! #duggadugga.” તેમના બ્રેકઅપ પછી, એક ઇન્સ્ટાગ્રામ યુઝરે રોહમનની પોસ્ટ પર ટિપ્પણી કરી હતી. “તમે તેના ભાઈના ખૂબ ઋણી છો. તે ક્યારેય ભૂલશો નહિ.” આના પર તેણે જવાબ આપ્યો હતો કે, “હું તે ક્યારેય ભૂલી શકતો નથી!! તે મારો પરિવાર છે.”

અભિનેત્રીએ તાજેતરમાં એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે તેની પુત્રીઓ રેની અને અલીસાહ સાથે ડાન્સ કરી રહી છે. તેણે વીડિયોને કેપ્શન આપ્યું હતું કે, “વર્કઆઉટ કરવાનું મન થતું નથી? કોઈ વાંધો નહીં, ચાલો નૃત્ય કરીએ!! તમારા હૃદયની વાત સાંભળો.. બીટને અનુસરો અને તમારી પોતાની લય તરફ આગળ વધો!! #happysunday હું તને પ્રેમ કરું છું!!! #duggadugga.” આ પોસ્ટ પર રોહમને સુષ્મિતાની નાની પુત્રીનો ઉત્સાહ વધાર્યો અને લખ્યું, “અલીસાહ અલીસાહ”

Your email address will not be published.