ગુજરાતમાં મંકીપોક્સનો એક શંકાસ્પદ કેસ સામે આવતા તંત્રમાં ભારે દોડધામ જોવા મળી રહી છે. કોરોના વાયરસના બાદ હવે મંકીપોક્સનો કેસ સામે આવતા પ્રજામાં ફફડાટ વ્યાપી ગયો છે. જામનગરના નવા નાગના ગામના એક યુવાનમાં મંકીપોક્સ વાઈરસના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેને હાલ સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
જામનગરમાં આવેલ જીજી હોસ્પિટલમાં નવા નાગના ગામમાં રહેતા 29 વર્ષીય યુવાનમાં શંકાસ્પદ મંકીપોક્સના લક્ષણો દેખા દેતા તેને સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. યુવાનને હાલ અલગ રૂમમાં આઈસોલેટ કરવામાં આવ્યો છે. યુવાનના સેમ્પલ હાલ અમદાવાદમાં મોકલવામાં આવ્યા છે.
યુરોપમાં મંકીપોક્સમાં કેસો સતત વધી રહ્યા છે. ત્યારે ભારતના કેરળમાં પણ કેસો સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. મંકીપોક્સનું સંક્રમણ ન ફેલાય તે માટે સરકાર સતર્ક બની છે.આ વાયરસ મંકીમાંથી માણસમાં આવે છે અને માણસ એક બીજાના સંપર્કમાં આવવાથી વાઈરસ ફેલાય છે.