સુત્રાપાડાના TDO અમૃત પરમાર લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

| Updated: October 14, 2021 6:25 pm

ગુજરાતમાં ભ્રષ્ટ અધિકારીઓ અને સરકારી કર્મચારીઓ સામે સતત કાર્યવાહી ચાલુ હોવા છતાં લાંચિયા અધિકારીઓ સુધરતા નથી. આજે ગીર સોમનાથ જિલ્લામાં સુત્રાપાડાના TDO અમૃત પરમાર લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા.

આરોપી ટીડીઓ

સૂત્રોએ જણાવ્યા પ્રમાણે મંડળીનું બિલ પાસ કરાવવા માટે તેમણે લાંચ માંગી હતી. લોઢવા ગ્રામ પંચાયતમાં કામ કરનાર પીપળવા સહકારી મંડળીના સંચાલક પાસે લાંચ માંગવામાં આવી હતી.

મંડળી સંચાલક દ્વારા એ.સી.બી ને ફરિયાદ કરવામાં આવી હતી અને તેના આધારે એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. તેથી ટીડીઓ પરમારને તેમની ઓફીસમાં જ રૂ. 5000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.

અમૃત પરમાર છેલ્લા એક વર્ષથી સુત્રાપાડા તાલુકા પંચાયતમાં TDO તરીકે ફરજ બજાવી રહ્યા હતા. એસીબીની કાર્યવાહીના પગલે ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ગુજરાતમાં લાંચિયા કર્મચારીઓને પકડવાના એક પછી એક કેસ નોંધાઈ રહ્યા છે. તાજેતરમાં અમદાવાદમાં પીઆઈ કુરેશીને 10,000 રૂપિયાની લાંચ લેતા પકડવામાં આવ્યા હતા. આ ઉપરાંત પંચમહાલમાં ટીડીઓ ઝરિના અન્સારી પણ લાંચ લેતા ઝડપાયા છે તથા એક ડેપ્યુટી કલેક્ટરને ત્રણ લાખની લાંચ લેતા પકડવામાં આવ્યા છે.

Post a Comments

1 Comment

Your email address will not be published. Required fields are marked *