Surat: સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો; એકસાથે 21 કેસ આવતા પાલિકા તંત્ર ચિંતિત

| Updated: August 4, 2022 12:44 pm

સુરત (Surat) શહેરમાં સ્વાઇન ફ્લૂના કેસો વધતાં જાય છે, ત્યાં એકસાથે સ્વાઇન ફ્લૂના 21 કેસ નોંધાયા છે. તેમજ 21 દર્દીઓની હાલત ગંભીર છે. શહેરમાં એક સાથે 21 કેસ સામે આવતા પાલિકા તંત્ર ચિંતિત થયું છે. એક બાજુ કોરોનાના કેસોમાં વધારો ત્યાં બીજી બાજુ હવે સ્વાઇન ફ્લૂના કેસોમા ઉછાળો આવતા સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયેલા સ્પેશ્યલ વોર્ડમાં  હાલ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

બુધવારે વરાછા-બી ઝોનમાં આવેલા નાના વરાછા વિસ્તારના 49 વર્ષીય મહિલાની મહિલાનો ગત 22 જુલાઇના રોજ સ્વાઇન ફલૂ રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાદમાં તેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઉપરાંત ભાઠેના રહેતી 54 વર્ષીય મહિલાનું સ્વાઇન ફલૂની સારવાર દરમિયાન મોત થયું છે. આમ છેલ્લા 15 દિવસમાં સ્વાઇનફ્લૂના 32 કેસ નોંધાયા છે. અને બે મહિલાના મોત થતાં પાલિકા તંત્ર દ્વારા આરોગ્ય લક્ષી કામગીરીમાં વધારો કરી દેવાયો છે.

આ અંગે સુરત મહાનગર પાલિકાના મેડિકલ ઓફિસર રિકિતા પટેલે સ્વાઇન ફ્લૂ અંગે વાત કરતા કહ્યું હતું કે સુરત શહેરમાં છેલ્લા દસ દિવસમાં સ્વાઇન ફ્લૂના કેસમાં સતત વધારો નોંધાયો છે. પહેલા એક બે કેસ આવતા પરંતુ હવે ડબલ ડીજીટમાં કેસ આવવાની શરૂઆત થઈ છે.

સ્વાઇન ફ્લૂના લક્ષણોની વાત કરી એ તો શરદી, ખાસી અને તાવ તેની સાથે આ વખતે શ્વાસમાં તકલીફ હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે. જેના કારણે પાલિકા દ્વારા કોન્ટેક્ટ ટ્રેસીંગ સાથે સ્વાઇન ફ્લૂના ટેસ્ટિંગ સાથે સર્વેની કામગીરી શરૂ કરી દેવાઈ છે. જેમાં તમામ ઝોનમાં રેપિડ રિસ્પોન્સ અને સર્વેની ટીમ તૈનાત કરાઇ છે.

હાલમાં 21 કેસમાં ચાર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમાંથી એક દર્દીની હાલત ગંભીર છે. અન્ય કેસો અલગ અલગ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. સ્વાઇન ફ્લુના નોંધાવેલા તમામ કેસોમાં 40 વર્ષથી ઉપર અને કોમોર્બિટ દર્દીઓ નોંધાયો છે, સાથે જ પાલિકા દ્વારા સ્વાઇન ફ્લૂ વધતા શહેરીજનોને સાવચેતી રાખવા અપીલ કરાઇ છે.

આ પણ વાંચો: અમદાવાદમાં રોગચાળાએ વધારી ચિંતા, સ્વાઇન ફ્લૂના 30 કેસો નોંધાયા

Your email address will not be published.