અમદાવાદમાં સ્વાઈન ફ્લૂના કેસ વધ્યા, ચાર વર્ષના બાળકને GCS હોસ્પિટલમાં દાખલ કરાયો

| Updated: August 2, 2022 4:44 pm

અમદાવાદમાં એક બાજુ કોરોના વાયરસના વધી રહેલા કેસને લઈ લોકોમાં ફરી એકવાર ફફડાટ વ્યાપી ગયો છે તો બીજી બાજુ સ્વાઈન ફ્લૂના કેસો વધતા તંત્રમાં ભાગદોડ શરુ થઈ ગઈ છે. અમદવાદની GCS હોસ્પિટલમાં ચાર વર્ષનો બાળકને સ્વાઈન ફ્લૂ થતા તેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.

શહેરની GCS હોસ્પિટલમાં ચાર વર્ષના બાળકને સ્વાઈન ફ્લૂ થતા તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. બાળક સહિત શહેરમાં કુલ 30 સ્વાઈન ફ્લૂના થઈ ગયા છે. જે પૈકી વીએસ હોસ્પિટલ, એલજી હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે.

સ્વાઈન ફ્લૂના વધી રહેલા કેસને લઈ સિવિલ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યા છે. આ પહેલા બે દર્દીઓના સ્વાઈન ફ્લૂના કારણે મોત થયા છે.

આમ શહેરમાં કોરોનાની માફક સ્વાઈન ફ્લૂ પણ ફેલાયો હોવાની શક્યતા સેવાઈ રહી છે. જો કે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેવા કિસ્સામાં જ દર્દીઓ જ હોસ્પિટલમાં દોડે છે. આ સિવાય મોટાભાગના
દર્દીઓ ટેસ્ટ જ કરાવતા નથી.

Your email address will not be published.