અમદાવાદમાં સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો, લોકોને સાવચેતી રાખવા અપીલ

| Updated: August 3, 2022 12:32 pm

અમદાવાદ શહેરમાં એક બાજુ કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે તો બીજી તરફ સ્વાઈન ફ્લૂના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યા છે. સ્વાઈન ફ્લૂના કેસો વધતા પ્રજામાં ફફડાટ વ્યાપી ગયો છે. સાવચેતીના પગલે સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂ વોર્ડ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે. હાલ શહેરમાં કુલ 14 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

શહેરની પાંચ હોસ્પિટલોમાં સ્વાઈન ફ્લૂના 12 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. લગભગ દરરોજ એક કેસ સામે આવી રહ્યો છે જે ચિંતાજનક બાબત છે. તો બીજી બાજુ કોરોના વાયરસના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. સાવચેતીના પગલે તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા માટેની અપીલ પણ કરવામાં આવી રહી છે. જે જગ્યા પર ભારે ભીડ દેખાય તે જગ્યાએ માસ્ક પહેરવું જરુરી રાખો.

આ અંગે સિવિલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, સિવિલમાં સરદારનગર આસપાસ રહેતા 38 વર્ષના એક પુરુષ દર્દી સ્વાઈન ફ્લૂનામાં દાખલ છે, આ દર્દીની તબિયત સુધારા પર છે, સામાન્ય ઓક્સિજનની જરૂરિયાત રહે છે.

સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂ થતા તેને સારવાર માટે લાવવામાં આવ્યા છે જો કે, તેઓની તબીયત વધારે ખરાબ થતા તેઓને હાલ બાયપેપ પર રાખવામાં આવ્યા છે.

Your email address will not be published.