રાજયમાં સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો, માત્ર બે શહેરમાં 193 કેસ નોંધાતા તંત્ર હરકતમાં

| Updated: August 6, 2022 4:16 pm

ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં બે દિવસમાં 10 નવા કેસ સામે આવતા તંત્ર માટે નવો પડકાર ઉભો થયો છે. અત્યાર સુધીમાં કુલ 43 કેસ થયા છે જેમાંથી 12 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

સુરત અને વડોદરામાં સ્વાઈન ફ્લૂના દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં સ્વાઈન ફ્લૂના કુલ 150 કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. 24 કલાકમાં સ્વાઈન ફ્લૂના 5 દર્દીઓ સાજા થયા છે. આ સિવાય શહેરમાં તાવના 734 કેસ અને ઝાડાના 81 કેસ નોંધાયા હોવાની માહિતી છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં થોડાક દિવસો પહેલા સ્વાઈન ફ્લૂના કારણે એક દર્દીનું મોત થયું હતું. અમદવાદની GCS હોસ્પિટલમાં ચાર વર્ષના બાળકમાં સ્વાઈન ફ્લૂના લક્ષણો દેખાતા તેને પણ સારવાર હેઠળ રાખવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારના નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના ડેટા પ્રમાણે ગુજરાતમાં વર્ષ 2016થી એપ્રિલ 2022 સુધીમાં 739 દર્દીએ સ્વાઈન ફલૂના કારણે દમ તોડયો છે. વર્ષ 2020માં ગુજરાતમાં સ્વાઈન ફલૂના કુલ 55 કેસ નોંધાયા હતા, જે પૈકી બે દર્દીનાં મોત થયાં હતા.

Your email address will not be published.