IPLમાં ફરીથી કોરોનાનો પગપેસારોઃ હૈદરાબાદનો ટી. નટરાજન પોઝિટિવ

| Updated: September 22, 2021 3:58 pm

ખેલાડીઓને કોરોનાથી બચાવવા માટે તમામ પ્રયાસ કરવામાં આવ્યા હોવા છતાં આઇપીએલમાં કોરોનાએ ફરીથી પગપેસારો કર્યો છે. હૈદરાબાદનો ખેલાડી ટી. નટરાજન કોરોનાગ્રસ્ત હોવાનું બહાર આવ્યું છે.

ટીમ સાથેના એક ખેલાડી અને 5 સ્ટાફ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે જેના કારણે આઈપીએલની ગેમને અસર થશે તેમ માનવામાં આવે છે. ટીમનો ઓલરાઉન્ડર વિજય શંકર પણ ક્વોરન્ટીન કરવામાં આવ્યો છે.

ટીમ મેનેજર વિજય કુમાર, ફિઝીયો શ્યામ સુંદર, ડૉ.અંજના વન્નન, તુષાર ખેડકરને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. નેટ બોલર પેરિયાસેમી ગણેશન પણ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે સવારે 5 વાગ્યે તમામનો કોરોનો ટેસ્ટ થયો હતો. તેમાં તમામ ખેલાડીઓ અને સ્ટાફનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. દિલ્હી સામેની આજની મેચ રાબેતા મુજબ રમવામાં આવશે તેવી જાહેરાત થઈ છે.

Your email address will not be published. Required fields are marked *