Taapsee Pannu Birthday: તાપસી પન્નુ એક ફિલ્મ માટે આટલો ચાર્જ લે છે…

| Updated: August 1, 2022 10:49 am

તાપસી પન્નુ આજે તેનો 35મો જન્મદિવસ ઉજવણી કરી રહી છે. તાપસીએ ધણી ફિલ્મોમાં કામ કર્યું છે.જેમાંથી પિંક, બેબી, બદલા, થપ્પડ, ધણી સારી અને શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કર્યું છે.તેણી પોતાની સુંદરતા અને સાદગીને લઇને ચર્ચામાં રહે છે.

તે પોતાના કિરદાર દ્રારા હમેશા લોકોને સારુ પરફોર્મન્સ આપે છે. તે કયારે પણ પોતાના પાત્રથી લોકોને દુખી કે નિરાશ કરતી નથી.પોતાની એક્ટિંગના કારણે તેને ધણા એવોર્ડ પણ મળ્યા છે.આજે તેની પાસે તેની પોતાની ઓળખ છે,

તાપસીના ધરની વાત કરવામાં આવે તો તેની પાસે 3 એપાર્ટમેન્ટ છે.હાલ તો તે મુંબઈના અંધેરીમાં 3-BHK એપાર્ટમેન્ટમાં રહે છે.તેના ધરની ડિઝાઇન તેની બહેન શગુન પન્નુએ કરી છે.તે ફિલ્મ માટે 5થી6 કરોડ રૂપિયાની ફી લે છે.

હાલના તેના ફિલ્મની વાત કરવામાં આવે તોતાપસી પન્નુની ફિલ્મ દોબારામાં જોવા મળશે.ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.આ ફિલ્મ 2018ની સ્પેનિશ થ્રિલર મિરાજની હિન્દી રિમેક છે અને આ ફિલ્મ 19 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે જેમાં તમે તાપસી પન્નુને જોઇ શકશો

અભિનેત્રી તાપસી પન્નુ બોલિવૂડથી લઈને સાઉથની ફિલ્મોમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. તેતમને જણાવી દઈએ કે તાપસી પન્નુએ સૌથી પહેલા સાઉથની ફિલ્મોમાં આઈટમ ડાન્સર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. તે પછી તેને સાઉથની ફિલ્મોમાં રોલની ઓફર મળવા લાગી.

તેણે દક્ષિણ ભારતની ઘણી ફિલ્મોમાં હિરોઈન તરીકે કામ કર્યું છે. આ પછી તાપસીને બોલિવૂડમાં કામ કરવાની તક મળી. તાપસીએ અમિતાભ બચ્ચન અને અક્ષય કુમાર સહિત ઘણા મોટા કલાકારો સાથે કામ કર્યું છે. સમયની સાથે તાપસી પન્નુએ બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી છે.

Your email address will not be published.