નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયકની ચિરવિદાય : કેન્સર સામે જંગ હાર્યા

| Updated: October 3, 2021 7:54 pm

મારી ઇચ્છા છે કે આ ઇન્ડસ્ટ્રીમાં રહી મેકઅપ સાથે દુનિયાને અલવિદા કહું. આ શબ્દો હતા ઘનશ્યામ નાયક ઉર્ભે નટુકાકાના. તારક મહેતાના ઉલ્ટા ચશ્મા ફેમ નટુકાકા તરીકે પ્રખ્યાત ઘનશ્યામ નાયક હવે આપણી વચ્ચે નથી રહ્યા. છેલ્લા કેટલાક દિવસોથી ઘનશ્યામ નાયક કેન્સરની સારવાર મેળવી રહ્યા હતા. જેમનું 77 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે.

નટુકાકા કેન્સર જેવી ગંભીર બિમારીથી લડી રહ્યા હતા. તેઓ કિમોથેરાપી સારવાર લઇ રહ્યા હતા. થોડા વર્ષો પહેલા પણ નટુકાકાને ગળામાંથી 8 કાઢવામાં આવી હતી. અને આ ઓપરેશન બાદ તેની સારવારમાં ઘણો સુધારો પણ થયો હતો. પરંતુ આજે કેન્સર સામે જંગ હારી જતા મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા.

ઘનશ્યામ નાયકે આઠ વર્ષની ઉમરે અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. ઘનશ્યામ પ્રભાકર નાયક એ ગુજરાતી મૂળ ધરાવતા જાણીતા અભિનેતા, પાશ્વગાયક અને ડબિંગ કલાકાર હતા. તેમને ‘મુંબઇનો રંગલો’ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. તેઓ વર્ષોથી રંગભૂમિના ‘રંગલો’ શ્રેણીના ભવાઇ નાટકોમાં ભાગ લેતા આવ્યા છે.

તેમની સૌથી પહેલી ગુજરાતી ફિલ્મ વર્ષ ૧૯૬૮માં આવેલી હસ્તમેળાપ હતી. આ ફિલ્મમાં નરેશ કનોડિયા મુખ્ય કલાકાર હતા. જ્યારે મહેશ કનોડિયાનું સંગીત હતું. તેમને પાશ્વગાયક બનવા માટે મહેશ કનોડિયાએ પ્રોત્સાહિત કર્યાં હતા. ત્યાર બાદ વેણીના ફૂલ ફિલ્મમાં પણ તેમણે કામ કર્યું હતું, અત્યાર સુધીની કારકિર્દીમાં તેમણે સુમન કલ્યાણપુર, મહેન્દ્ર કપૂર, આશા ભોંસલે, પ્રિતી સાગર સહિતના ખ્યાતનામ કલાકારો સાથે ગીતો ગાયા છે જેમાં હાસ્ય ગીતોનો પણ સમાવેશ થાય છે. તેમણે અત્યાર સુધી 100થી વધુ નાટકો અને 225 જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો છે.

Your email address will not be published. Required fields are marked *